છોટાઉદેપુરમાં આજે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

છોટાઉદેપુર જિલ્લા સેવાસદન ખાતે આજે તા. 15ના રોજ સંકલન સમિતિ હોલમાં છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યકક્ષાના ગ્રામ ગૃહનિર્માણ, ગ્રામ વિકાસ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી બચુભાઇ ખાબડની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાશે.

આ બેઠકમાં જિલ્લા આયોજન મંડળની વિકેન્દ્રીત જિલ્લા આયોજનની વર્ષ 2019-20ની વિવિધ જોગવાઇઓ હેઠળની રીવાઇઝ/રદ/બચત આયોજનની બહાલી, વર્ષ 2020-21ના વિકેન્દ્રીત જિલ્લા આયોજન હેઠળ તાલુકા આયોજન અને નગરપાલિકા આયોજનની બહાલી, ડીડીપી, ધારાફંડ અને એટીવીટી હેઠળ મંજૂર થયેલા કામો માટે વહીવટી મંજૂરીઓ આપવા માટેની સમયમર્યાદા અને સરકારની સૂચનાઓ બાબતે ચર્ચા, જોઇનફોરપ્લાનિંગ પોર્ટલ પરની ઓનલાઇન કામગીરીની સમીક્ષા, વર્ષ 2019-20ના વિકેન્દ્રીત જિલ્લા આયોજન હેઠળની યોજનાઓ, ધારાફંડ અને એટીવીટીની સમીક્ષા, એમપીલાડ હેઠળ રાજ્યસભા સાંસદનિધિ, 16મી અને 17મી લોકસભા સાંસદ નિધિની સમીક્ષા, વિલેજ પ્રોફાઈલ ગેપ એનાલિસિસ પરથી લીધેલા કામોની સમીક્ષા અને વર્ષ 2019-20ના જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા કક્ષાની ગ્રાંટના કામોની બહાલીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...