તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પંચમહાલ જિલ્લાની વિકલાંગધારા અમલીકરણ સમિતિની બેઠક મળી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા | પંચમહાલ જિલ્લાની વિકલાંગધારા અમલીકરણ સમિતિની બેઠક જિલ્લા કલેકટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. વિકલાંગધારો-2016 અંતર્ગત દિવ્યાંગો માટે જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા થતી યોજનાકીય અમલવારી અને સમાજ સુરક્ષા કચેરી દ્વારા થતી યોજનાકીય કામગીરીની સમીક્ષા કરાઇ હતી. સમાજ સુરક્ષા કચેરી દ્વારા દિવ્યાંગ કલ્યાણલક્ષી યોજનાઓમાં, શિષ્યવૃત્તિ યોજના, સાધન સહાય યોજના, ST બસમાં મફત મુસાફરી યોજના, વિધવા વિકલાંગ મકાન સહાય યોજના, લગ્ન સહાય યોજના, સંત સુરદાસ યોજના તથા UDID કાર્ડ યોજના અંતર્ગતની કરેલ કામગીરી અને થયેલી પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કલેકટર દ્વારા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...