તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પંચમહાલ જિ.ની 7 ITI માં લર્નીંગ લાઇસન્સનો ટેસ્ટ આપી શકાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા શહેર સહિત જિલ્લાના તાલુકા મથકો ઉપર આવેલી 7 આઇટીઆઇ સંસ્થામાં હવે ડ્રાઇવિંગ માટેના લર્નીંગ લાયસન્સનો ટેસ્ટ આપવા માટે આયોજન કરવામાં આવ્યુ છે. જેથી પંચમહાલ જિલ્લાના અરજદારોને ગોધરા ખાતે આવેલી આરટીઓ કચેરી સુધી જવામાંથી મુક્તિ મળશે.

રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા ગયા મહિને આરટીઓના નિયમમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા હતાં. તેના પગલે ડ્રાઇવીંગ લાયસન્સ કઢાવવા માટે અરજદારોનો ભારે ધસારો થયો હતો. હાલમાં પણ પંચમહાલ જિલ્લાના સાત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી લાયસન્સ મેળવવા માટે લાંબી કતાર થઇ રહી છે. અરજદારોના ધસારાને હળવો કરવા અને અરજદારોને ગોધરા આરટીઓ સુધી જવુ ના પડે તે માટે હવે આઇટીઆઇ (ઓદ્યોગિક સંસ્થા) ખાતે કાચુ લાયસન્સ મેળવવા માટેની પરીક્ષા લેવા માટે સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યુ છે. આમ હવે વાહન ચલાવવા માટે કાચુ લાયસન્સ આપવા માટે લેવામાં આવતી કમ્પ્યુટર પરીક્ષા ગોધરા, કાલોલ, હાલોલ સહિતના 7 તાલુકાઓની આઇટીઆઈમાં યોજવા તમામ પ્રકારની પ્રક્રિયા પુરી કરવામાં આવી છે.જો કે અરજદારોએ કાચા લાયસન્સની પરીક્ષા આપવા માટેની અરજી કરવાની પ્રક્રિયા અગાઉની જેમ ઓનલાઇન કરીને એપોઇન્ટમેન્ટ લેવાની રહેશે. તેમાં તેમણે નજીકની આઇટીઆઇ સંસ્થા પસંદ કરવાની રહેશે. સાથે દેખવાનું એક પણ રહેશે તાલુકાઓના અરજદારોને આઇટીઆઇ લાયસન્સ અગે કેવી સુવિધાઓ આપે છે. તો આવનારો સમય જ બતાવશે.

મોરવા(હ)ની આઇટીઆઇમાં અરજદારો માટે લાઇસન્સને લગતી કોઇ સુવિધા નથી
આરટીઓ પાસેથી સરકારે લર્નીગ લાયસન્સ કાઢવાની પ્રકીયા આઇટીઆઇને સોંપવામાં આવી છે. જેથી પંચમહાલ ની ગોધરા, હાલોલ, કાલોલ, ઘોઘંબા, જાંબુધોડા, શહેરા તથા મોરવા(હ) તાલુકાની આઇટીઆઇઓમાં લાયસન્સ નો ટેસ્ટ શરૂ થશે પણ મોરવા(હ)ની આઇટીઆઇમાં લાયસન્સને લગતી કોઇ સુવિધા નથી. જેને લઇને અરજદારોને મુશ્કેલીઓ પડી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...