દયારામ સ્કૂલમાં આગથી બચવા અંગે માર્ગદર્શન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડભોઇ પોલીસ તંત્ર દ્વારા ડભોઇ નગરપાલિકા ફાયર વિભાગને સાથે રાખી બનતા આગના બાનાવોથી રક્ષણ કઈ રીતે મેળવી શકાય. આગ લાગે ત્યારે તકેદારીના ભાગરૂપ શું પગલાં લેવા તેનું માર્ગદર્શક હેતુ સાથે એમ.એચ.દયારામ સ્કૂલ ખાતે શિબિરનું આયોજન કરાયુ હતુ.

ડભોઇ પંથકમાં બનતા આગના બનાવોના ધ્યાનમાં રાખીના ભાગરૂપ શું પગલાં ભરવા તેનાથી લોકો માહિતગાર થાય તે હેતુ સાથે એમ.એચ. દયારામ સ્કૂલ ખાતે ડભોઇ પોલીસ વિભાગના પી. એસ. આઈ આર.એમ ચૌહાણની ઉપસ્થિતિમાં ફાયર સેફટી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આગથી બચવાના ઉપાયો અંગેનું માર્ગ દર્શન ડભોઇ નગરપાલિકા ફાયર ટીમના દેવેન્દ્રભાઈ અને તેમની ટીમ દ્વારા શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સેવકગણને આપવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય અંકુરભાઈ દ્વારા ઉપસ્થિત સૌ મહેમાનોનું સ્વાગત કરાયું હતું. ડભોઇ ફાયર ટીમ, પીએસઆઈ આર.એમ.ચૌહાણ દ્વારા લાઈવ ડેમો આગને કાબૂમાં મેળવવાનો બતાવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...