ધોળકાની સ્વામી વિવેકાનંદ સ્કૂલ ખાતે નિ:શુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધોળકા ભાસ્કર | લાયન્સ ક્લબ ધોળકા દ્વારા કલીકુંડ વિસ્તારની શ્રી સ્વામીવિવેકાનંદ હાઇસ્કુલ ખાતે નિશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં ૭૪ જેટલા લાભાર્થીઓને નેત્રની ચકાસણી કરીને ૪૫ જેટલા લાભાર્થીઓને રાહત દરે ચશ્માનું વિતરણ તથા ૧૨ જેટલા દર્દીઓને મોતીયાનું નિદાન કરવામાં આવ્યા હતા. આ કેમ્પમાં ખજાનચી રીતેશભાઈ બરોડિયા, લાયન મુકુંદભાઈ તથા સર્વિસ ચેરપર્સન અભયભાઈ સંબોધી ખાસ હાજર રહ્યા હતા. લાયન પ્રમુખ સાગર જાડેજા દ્વારા સૌ લાયન મિત્રોનો આભાર માનવામાં આવ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...