તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગીરનાં જંગલમાં પંચદિનાત્મક સત્સંગ શિબિર યોજાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાવળા ભાસ્કર | સ્વામીનારાયણ મંદિર, વણઝર, બાવળા દ્વારા ગરવા ગીરનારનાં જંગલમાં આવેલા ધ ગ્રીન વુડસ રીસોર્ટમાં પંચદિનાત્મક સત્સંગ શીબીરનું આયોજન કરવામાં આવ્યું. આ શીબીરમાં બાવળા, ધોળકા, વણઝર, બોપલ, અમદાવાદ, ખંભાત જેવા ગામોમાંથી 250 જેટલા હરી ભકતો ભાઈઓ-બહેનોએ ભાગ લીધો હતો. શીબીરમાં સંતો દ્વારા વિવિધ વિષયો ઉપર સત્સંગ કર્યો હતો સાથે સાથે કિર્તન, રાસોત્સવ, જલઝીણી ઉત્સવ, પ્રભાતફેરી, પ્રશ્નોત્તરી વગેરે આયોજનો કરવામાં આવ્યા હતાં. આ શીબીરમાં 100 જેટલા લોકોએ વ્યસનોનો ત્યાગ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...