તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બગોદરામાંથી ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાવળા તાલુકાનાં બગોદરા હાઈ-વે ઉપર જ ડીગ્રી વગર દોઢ વર્ષથી દવાખાનું ચલાવતાં ડોક્ટરને જીલ્લા એસ.ઓ.જી.ની ટીમે પકડી પાડયો હતો.અને તેના દવાખાનામાંથી 34586 રૂપીયાની દવાઓનો જથ્થો મળી આવ્યો હતો જે જપ્ત કરીને બગોદરા પોલીસમાં બંગાળી ડોક્ટર વિરૂધ્ય ગુનો નોંધી જેલનાં સળીયા પાછળ ધકેલી દઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં ડીગ્રી વગરના અનેક સ્થાનિક અને પરપ્રાંતિય બોગસ ડોક્ટરો આરોગ્ય વિભાગની રહેમ હેઠળ દવાખાના ચલાવી પ્રેકટીસ કરી રહ્યા છે. ત્યારે અમદાવાદ ગ્રામ્ય જીલ્લામાં ડીગ્રી વગરના બોગસ ડોક્ટરોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડા આર.વી.અસારી એ.જિલ્લાની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પી.આઈ. એ.બી.અસારી, પી.એસ.આઈ.ડી.જે.ચુડાસમા, બી.ટી.ગોહિલને સુચના આપી હતી.આ સુચનાને આધારે જે આધારે એસ.ઓ.જી.ની ટીમ બગોદરા વિસ્તારમાં કામગીરી કરી રહ્યા હતાં.

ત્યારે તેઓને બાતમી મળી હતી કે બગોદરામાંં આવેલી નળ સરોવર ચોકડી ઉપર રામજીભાઇ ગગુભાઇ મકવાણાની દુકાનમાં ડૉ.નાની ગોપાલ નિર્મલ રોય હાલ રહેવાસી, મૂળ રહેવાસી,બંગાળ એલોપેથીક માન્યતા પ્રાપ્ત ડીગ્રી વગર રોય ક્લીનીકમાં તબીબી પ્રેક્ટીસ કરે છે

જે બાતમી આધારે પી.આઇ.એ.બી.અસારીએ બગોદરા સામુહિક આરોગ્ય કેન્દ્રનાં મેડીકલ ઓફીસરને ડૉ. નિકુંજ.આર.પટેલને સાથે રાખીને દવાખાાનાંમાં તપાસ કરતાં ડૉક્ટર મળી આવ્યો હતો.જેણે પોતાનુ નામ નાની ગોપાલ નિર્મલ રોય,ઉ.વ.24 હાલ રહે.બગોદરા તા.બાવળા જી.અમદાવાદ મુળ રહે. કાસના પોસ્ટ ધામતલા તા.ઇસ્માલપુર જી.ઉત્તર દિનાશપુર, પ્રચિમ બંગાળનો હોવાનુ જણાવ્યું હતું.

જેની પાસે તબીબી પ્રેક્ટીસ કરવા માટેનું તથા એલોપેથીક દવાઓ રાખવા બાબતે લાયસન્સ માંગતાં પોતાની પાસે નહિ હોવાનુ જણાવ્યુુ હતું.જેથી તેની દુકાનમાંથી જુદી જુદી દવાઓ તથા ડોક્ટરી પ્રેકટીસ કરવાના સાધનો 34586 રૂપીયાના કબ્જે લઇને તેની વિરૂધ્ધ બગોદરા પોલીસ સ્ટેશનમાં ધ ગુજરાત રજીસ્ટર મેડીકલ પ્રેક્ટીસ એક્ટ 1963ની કલમ 30 મુજબ ગુન્હો નોંધી જેલનાંં સળીયા પાછળ ધકેલી દઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બાવળા પંથકમાં ચર્ચા ચાલી રહી છે કે બોગસ ડોક્ટર દોઢ વર્ષથી વધારે સમયથી દવાખાનું ચલાવતો હોવા છંતા શું આરોગ્ય વિભાગને જાણ નહીં હોય ? તેવા પ્રશ્ન ઉભો થવા પામ્યો છે.તેમજ તાલુકામાં બીજા પણ અનેેક બોગસ ડૉક્ટરો પ્રેકટીસ કરી રહ્યા છે.તેની વિરૂદ્ધધ કાર્યવાહી કરવામાં આવશેે કે ભીનું સંકેલવામાં આવશે તેવી લોકમુખે ચર્ચા ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...