તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાવીજેતપુરમાં રાઠવા આદિવાસી સમાજનું મહાસંમેલન યોજાયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાવી જેતપુર સ્વામિનારાયણ મંદિરની બાજુમાં આજે શુક્રવારે રાઠવા સમાજના ઉમેદવારોને લોકરક્ષક ભરતીમાં ઉચ્ચ મેરીટ હોવા છતાં પસંદગીમાંથી ખોટી રીતે બહાર રાખવામાં આવતા સમસ્ત રાઠવા આદિવાસી સાંસ્કૃતિક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લાના રાઠવા સમુદાયની આદિવાસી ઓળખ સામે ઊભા કરવામાં આવેલા પ્રશ્નોનાં ઉકેલ તથા લોકરક્ષક ભરતીમાં રાઠવા સમાજના ઉમેદવારોને ઉચ્ચ મેરિટ હોવા છતાં 24 જેટલા ઉમેદવારોની પસંદગીમાંથી ખોટી રીતે બહાર રાખવામાં આવેલા હોઇ તેના ન્યાય માટે તેમજ રાઠવા સમાજ ની આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવવા માટે સાંસ્કૃતિક મહાસંમેલન અને રેલીનું ભવ્ય આયોજન પાવી જેતપુર સ્વામિનારાયણ મંદિરની બાજુમાં કરવામાં આવ્યું હતું. જ્યાં સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં રાજકીય-સામાજિક આગેવાનો, સરપંચશ્રીઓ, કર્મચારીઓ, ખેડૂતો, વિદ્યાર્થીઓ ઢોલ, માંદળ,ધારિયા,ભાલા તેમજ આદિવાસી વાજિંત્રો સાથે પારંપરિક પોષાકમાં ઉપસ્થિત રહી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો