સાવલી ખાતે સમરસતા યાત્રાનું આયોજન કરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાવલી ખાતે આવતીકાલે વડોદરા જિલ્લા કાનુની સેવા સત્તામંડળ તથા સાવલીની એડિશનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન કોર્ટ તેમજ સિવિલ કોર્ટ દ્વારા જુદી જુદી સંસ્થાઓને સાથે મળીને રાખીને એક સમરસતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.ભારત દેશમાં 26 નવેમ્બર સંવિધાન દિવસ તરીકે ઉજવાય અને ભારતના સંવિધાનની રચના બાબાસાહેબ આંબેડકરે કરી હતી. તેના ભાગરૂપે સાવલી સિવીલ કોર્ટ ખાતે આશુતોષ રાજ પાઠક (ફુલ ટાઇમ સેક્રેટરી જિલ્લા કાનૂની સેવાસત્તા મંડળ વડોદરા)ના નેજા હેઠળ ઠરાવ અનુસાર તા.12-02-2020ના રોજ સવારે 9.00 કલાકે ‘સમરસત્તા યાત્રા’નું આયોજન કરાયું છે. જેમાં કેટલાક જજો, વકીલ મિત્રો, સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ અને સંસ્થાના કાર્યકરો અને વિદ્યાર્થીઓ સવારે નવ કલાકે સરદાર પટેલ સાહેબના સ્ટેચ્યુથી પ્રસ્થાન કરીને નગરમાં ફરશે. આ યાત્રાનો મુખ્ય આશય ડોક્ટર બાબાસાહેબના રચિત સંવિધાન અંગે જનતામાં બહોળો પ્રચાર થાય અને જનજાગૃતિ ફેલાવવાનો છે.

અન્ય સમાચારો પણ છે...