તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાટપુરની સીમમાં 6 વર્ષથી તૂટેલા ચેકડેમનું હજુ સમારકાર કરાયું નથી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાટપુર ગામની સીમમાં વાઘેશ્વરી માતાના વડલા પાસે બનેલો ચેકડેમ વચ્ચેથી તુટી ગયો છે.તસવીર સંજય ભાટિયા

સુજલામ-સુફલામ યોજના હેઠળ ડેમ રિપેર કરાય તેવી માંગ
ભાસ્કર ન્યુઝ |સંખેડા

સંખેડા તાલુકાના ભાટપુર ગામની સીમમાં વાઘેશ્વરી માતાના વડલા પાસે કોતર ઉપર બનેલો ચેકડેમ છ વર્ષ અગાઉ વચ્ચેથી તુટી ગયેલો છે.તેનું સમારકામ નહી થતા પાણીનો સંગ્રહ પૂરતા પ્રમાણમાં નહી થતા ખેડુતોને ચોમાસા બાદ મુશ્કેલી પડે તેમ છે.સુજલામ-સુફલામ યોજના થકી આ ચેકડેમનું સમારકામ હાથ ધરવા સ્થાનિકોની માંગ ઉઠી છે.

સંખેડા તાલુકાના ભાટપુર ગામની સીમમાં વાઘેશ્વરી માતાના વડલા પાસેથી પસાર થતાં કોતર ઉપર આશરે 12 વર્ષ અગાઉ એક ચેકડેમ બનાવવામાં આવ્યો હતો. ચેકડેમ બન્યો ત્યારે તેમાં પાણીનો સંગ્રહ થતાં આસપાસના ખેડૂતોને ખેતીની સિંચાઇ માટેનું પાણી લેવા માટે આ ચેકડેમ ઉપયોગી સાબિત થતો હતો.

આ ચેકડેમમાં સંગ્રહાતું પાણી ખેતી સિવાય પશુઓને પીવા માટે પણ કામમાં લાગતું હતું. પણ છ એક વર્ષ અગાઉ આ ચેકડેમના વચ્ચેના ભાગમાં મોટું ભંગાણ થયું હતું. ભંગાણ થતાં આ ચેકડેમમાં પાણી સંગ્રહ થવાનું બિલકુલ જ ઓછો થઇ ગયું છે.

મોટાભાગનું પાણી ચેકડેમમાંથી જતું રહે છે. જેથી ચેકડેમને સમારકામ કરવા માટેની માંગ સ્થાનિકો કરી રહ્યા છે.

પાણીના સ્ત્રોત્ર બાબતે ચિંતિત સરકાર દ્વારા સુજલામ સુફલામ યોજના થકી પાણીનો સંગ્રહ થાય એવા કાર્યો હાથ ધરેલા છે. જેથી આ ચેકડેમનું સમારકામ સત્વરે હાથ ધરાય એવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે. ચેકડેમનું સમારકામ થાય તો પાણીનો સંગ્રહ તો થાય પણ સાથે સાથે આસપાસના વિસ્તારમાં પાણીના સ્તર પણ ઊંચા આવે અને ચોમાસા બાદ ખેડૂતોને ખેતીની સિંચાઇ માટે અને પશુઓને પીવા માટે પાણી કામ લાગે એમ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો