શહેરા-ગોધરા હાઇવે પરથી કારમાં રૂપિયા 19 લાખ ભરેલા થેલા મળ્યાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરા -ગોધરા હાઇવે પર બપોરના સમયે એક્સ યુ વી કાર નંબર જીજે ૧૭ બીએ ૯૯૮૮ પસાર થઇ રહી હતી.ત્યારે બાહી ચોકડી પાસે બાઇક ચાલકને બચાવવા જતાં ઝાડ સાથે અથડાઈ હતી. જ્યાં એક ગેરેજ પણ હતું.ગેરેજ ચલાવનાર ન હતો.જેથી ત બચ્યો હતો. જોકે ગાડીમાંથી રૂપિયા ભરેલા 3 થેલા મળ્યા હતા.

કારચાલક ઇલ્યાસ ચરખાએ બીજી ગાડી બોલાવીને તેમાં રૂપિયા ભરેલા થેલા મૂકી રહ્યા હતા ત્યારે માહિતીના આધારે પોલીસ આવી ગઈ હતી કાર ચાલક સાથે રૂપિયા ભરેલી ત્રણ બેગ પોલીસ મથક ખાતે લાવવામાં આવી હતી. જ્યાં શરૂઆતમાં તેઓ દ્વારા ટીમરુનાં પાનનાે ઇજારો રાખેલ છે.તેના રુપિયા હોવાનું જણાવ્યું હતું. પરંતુ પોલીસને આ બાબતેનો સંતોષ ન થતાં કડક પૂછપરછ હાથ ધરી હતી.જેને લઇ ઈજારદાર ઇકબાલભાઇએ ગોધરા ખાતેથી જરૂરી કાગળો મંગાવીને પોલીસની જે કંઈ પૂર્તતા હતી તે પૂરી કરી હતી. પોલીસને ત્રણ રૂપિયા ભરેલ બેગોમાંથી ૧૦,૨૦,૫૦ ,૧૦૦નાં ચલણી નોટોનાં બંડલો મળી આવ્યાં હતાં .જેને પીઆઈ એન.એમ.પ્રજાપતિની ચેમ્બરમાં મેજ પર કાઢીને ગણી જોતાં રૂપિયા ૧૯ લાખ જેટલી રકમ હોવાનુ અંતે માલૂમ પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...