તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડાસાની ઘટનાના વિરોધમાં વિરમગામમાં કેન્ડલ માર્ચ યોજાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અરવલ્લીના મોડાસા ગામે યુવતી ઉપર દુષ્કર્મ અને હત્યાના બનાવના પગલે ઠેરઠેર આવેદનપત્રો આપી નરાધમોને ઝડપી ફાંસી ની માંગ કરવામાં આવી રહેલ છે ત્યારે વિરમગામ શહેરમાં 12 જાન્યુઆરી રવિવારના રોજ સાંજે 4:30 કલાકે ભરવાડી દરવાજા પાસેથી કેન્ડલ માર્ચ સાથે વિશાળ રેલી નીકળી ગોલવાડી દરવાજા થઈ ટાવર ચોક પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી ઓફિસે આવેદનપત્ર આપવામાં આવશે.

મોડાસાના સાયરા ગામે દીકરીનું અપહરણ કરી ગોંધી રાખી દુષ્કર્મ બાદ ઝાડ પર ગળે દોરડું બાંધેલી હાલતમાં મૃત્તદેહ મળ્યો હતો. જેમાં આરોપીઓ દ્વારા દુષ્કર્મ આચરી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ધૃણાસ્પદ ઘટનાને પગલે રાજ્યભરમાં નરાધમો વિરુદ્ધ આક્રોશ વધ્યો છે. વિરમગામ શહેરમાં યોજાનારી કેન્ડલ માર્ચ, શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મોટા પ્રમાણમાં લોકો ઉપસ્થિત રહેશે તેવું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો