ફતેપુરા આઇ.કે.દેસાઇ શાળાના બાળકો માટે વનભોજનનું આયોજન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુખસર. ફતેપુરા આઈ કે દેસાઇ પ્રાથમિક શાળાના બાળકોએ ગુરુ ગોવિંદસિંહ માનગઢ ગામ ખાતે એક દિવસનું વનભોજનનુ આયોજન કરાયું હતું. જેમાં શાળાના 57 બાળકોએ ભાગ લીધો હતો. શાળાના બાળકોને ગુરુ ગોવિંદસિહ તેમજ માનગઢ ધામના ઇતિહાસ વિશેની માહિતી આપવામાં આવી હતી. બાળકોને પ્રકૃતિના ખોળે વન ભોજન કરાવવામાં આવ્યું હતું. જેમાં શાળાના તમામ બાળકોએ પ્રકૃતિના ખોળે બેસીને મજા માણી હતી. આ કાર્યક્રમમાં શાળાના આચાર્યવર્ષાબેન દવે તેમજ કાંતાબેન પટેલ, ભૂમિકાબેન પ્રજાપતી, પ્રમોદ કલાલ, સંદીપભાઈ બારીયા દ્વારા સુંદર મજાનું
આયોજન કરવામાં આવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...