તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરચીયા ગામે એક ઇસમે ઝાપટો મારતા 50 વર્ષીય આધેડનું મોત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સાવલી તાલુકાના કરચીયા ગામે કૌટુંબિક કારણોસર બોલાચાલીમાં આવેશમાં આવીને 30 વર્ષીય ઇસમે હાથની ઝાપટો મારતા 50 વર્ષીય આધેડ પડી જતાં કરૂણ મૃત્યુ નિપજતા સાવલી પોલીસે એકની વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથધરી છે.

કરચીયા ગામે નવીનગરીમાં રહેતા સવાભાઇ સોમાભાઇ રાઠોડિયા ઉ.50 રહે, નવીનગરી કરચીયા તા.સાવલીનાઓના કૌટુબિંક કારણોસર અવારનવાર ઝઘડાઓ ચાલતા હતા. તેવામાં ગતરોજ ધુળેટીનું પર્વ હોઇ ઘર બેઠા હતા. તેવામા વાતવાતમાં ઝઘડો ચાલુ થયો હતો. તેવામા ગણેશભાઇ સોમાભાઇ રાઠોડિયા રહે. કરચીયા નવી નગરી તા.સાવલીનાઓએ આવેશમાં આવી જઇને હાથની બે ત્રણ ઝાપટો સવાભાઇ રાઠોડિયાના માથામાં મારી દેતા સવાભાઇ નીચે પડી ગયા હતા અને થોડીક જ મિનિટોમાં મૃત્યુ પામ્યા હતા. બનાવના પગલે સગાસબંધીઓ અને આજુબાજુના રહિશો દોડી આવ્યા હતા અને ત્યારે ટોળા વળ્યાં હતા.

બનાવની જાણ સાવલી પોલીસને થતાં ઘટનાસ્થળે પહોંચીને મૃતકનો કબજો લઇને પી.એમ. કરાવવા તજવીજ હાથધરી છે. અને આરોપીને પકડી લીધો હતો. અને તેની વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.

સાવલી પોલીસે 30 વર્ષીય આરોપીનેે પકડી લીધો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો