તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છોટાઉદેપુરમાં 986 તાવ, 44 ટાઇફોડ અને 6 કમળાના દર્દી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 1 માસથી તાવ, ટાઈફોડ અને કમળાના કેસોનું પ્રમાણ એકાએક વધવા માંડ્યું છે. ગામડામાં આરોગ્ય કર્મચારીઓ હડતાલ ઉપર હોવાથી સાચી હકીકતો વહીવટી તંત્ર પાસે મળતી નથી. પ્રજા અત્યારે રામ ભરોસે જીવી રહી છે.

માત્ર છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં ફેબ્રુઆરીમાં 986 તાવ, 44 કેસો ટાઈફોડના અને 6 કેસ કમળાના નોંધાયા છે. રોજ 400 દર્દીઓ સારવાર અર્થે ઓપીડીમાં આવે છે. દવાખાનામાં ભારે ભીડ જોવા મળે છે.આની સાથે ખાનગી દવાખાના પણ ઉભરાઈ રહ્યા છે. આવા સમયે જિલ્લામાં સીએચસી 10 આવેલ છે. ત્યાં પૂરતા ડોકટરો નથી અને જુદા જુદા ગામડાઓમાં પીએસસી 50 કેન્દ્રો, પેટા કેન્દ્રો 310 આવેલ છે. ત્યા પણ પૂરા ડોક્ટરો નથી. ચાર્જમાં દવાખાના ચાલે છે. તાજેતરમાં આરોગ્યના 612 કર્મચારીઓ છેલ્લા 13 દિવસથી હડતાલ ઉપર હોય ગામડામાં આરોગ્ય સેવાઓ તદ્દન કથળી ગઈ છે. ગામડામાં આવેલ પીએસસીના ફાર્માસિસ્ટ, ટેકનિશિયન, ફિમેલ હેલ્થ વર્કરો તમામ હડતાલ ઉપર હોય કોઈ ટેસ્ટ થતા નથી. માત્ર રોગ પૂછીને દવાઓ આપી દેવામાં આવે છે. ઘણા દર્દીઓ સારવાર લેવા અર્થે જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે આવે છે. છેલ્લા કેટલાક દિવસોથી છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં અંદાજે 80 જેટલા ઇન્ડોર પેશન્ટ રહેતા હોવાનું આરએમઓ ડો.ભાર્ગવ દવેએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો