કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્રના 9 કર્મચારીઓ પગારથી વંચિત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત રાજ્યના છેવાડે અને મધ્ય પ્રદેશ મહારાષ્ટ્રને અડીને આવેલ કવાંટ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં જુનિયર ક્લાર્ક ,વોર્ડ બોય 2 , પટાવાળા , સ્વીપર , ડ્રાઇવર , ફાર્માસિસ્ટ , એક્સરે ટેક્નિશિયન, નર્સ મળી કુલ 9 જેટલા કર્મચારીઓ નજીવા પગારથી પોતાના કુટુંબનું ભરણપોષણ કરવા માટે આઉટસોર્સિંગથી પોતાની ફરજ બજાવતા રહ્યા છે. જ્યારે તેઓને દરેક માસના અંતે પગાર માટે વલખાં મારવા પડે છે.

જ્યારે આમાના એક કર્મચારીએ જણાવ્યું કે અમો જ્યારથી ફરજ બજાવીએ છીએ ત્યારેથી અત્યાર સુધીમાં અમોને એક માસ પણ નિયમિત પગાર મળ્યો નથી. હાલમાં નવેમ્બર માસથી આ કર્મચારીઓનો પગાર બાકી છે. છેલ્લા ત્રણ
માસથી પગાર ન થતા આઉટસોર્સિંગના કર્મચારીઓને કુટુંબ સાથે જીવન કેવી રીતે જીવવું તે મુશ્કેલ બનેલ છે.

અન્ય સમાચારો પણ છે...