તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરધરી સહિત 81 ગામો પીવાના પાણીથી વંચિત રહ્યાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લુણાવાડા તાલુકાના વરધરી અને માળના મુવાડા ગામે નમનાર જૂથ પાણી પુરવઠા યોજનાના પાણીના કુવા આવેલા છે. આ બે કુવા દ્વારા આસપાસના 81 પંચાયતના ગામોને પીવાનું પાણી પુરુ પાડવામાં આવે છે. આ બંને કુવા નવીન 2001 માં બનેલા હતા.

18 વર્ષ થયા હોવા છતાં કુવા કે ટાંકીઓ આજદિન સુધી સાફ ના કરાતાં કુવાઓમાં કચરા અને માટીના ઢગલાઓ થઇ જતાં તેને સાફ કરવાનો કોન્ટ્રાક આપવામાં આવ્યો હતો. જેને લઇને 81 ગામોને પાણીનો સપ્લાય સાફ સફાઇ માટે બંધ કરવામાં આવ્યો હતો.

કોન્ટ્રાકટર દ્વારા બે દિવસમાં કુવા સાફ કરવાના બદલે 10 દિવસ થયા હોવા છતાં કુવા સાફ ના થતાં વરધરી સહિત81 ગામોમાં પીવાનું પાણી બંધ થતાં પાણી માટે વલખાં મારવાનો વારો આવ્યો હતો.

...અનુ. પાન. નં. 2

સાફસફાઇ જરૂરી હતી
નમનાર પાણી પુરવઠા જુથ યોજનાના કુવા,સંપ અને ટાંકીઓ વર્ષોથી સાફ ન થવાથી લાઇનો જામ થઇ હતી.ગત વર્ષે 4 દિવસ પાણી ખરા ઉનાળામાં બંધ થતા આ વખતે વહેલા સાફસફાઇ કરવામાં આવી જેનાથી મે માસમાં પાણીના સ્તર નીચા જાય ત્યારે પાણી બંધ ના રહે હવે તેનું કાયમી ઉકૈલ આવી જતા પાણી ચાલુ કરી દીવામાં આવ્યું છે. બામણીયા,ઇચા.પાણીપુરવઠા અધિકારી

અન્ય સમાચારો પણ છે...