તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

1400 ખેડૂતોના રજિસ્ટ્રેશન સામે 800 ખેડૂતોની જ તુવેર ખરીદાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંખેડા તાલુકામાં તુવેર ખરીદી માટે 14મી તારીખ છેલ્લી હોઇ ખેડુતોની પરેશાની વધી છે. 1400 ખેડુતોના રજીસ્ટ્રેશન સામે આશરે 800 જેટલા ખેડુતોની જ તુવેર ખરીદાઇ છે. હજી આશરે 600 જેટલા ખેડુતોની તુવેર ટેકાના ભાવે વેચાવાની બાકી છે.

સંખેડા તાલુકામાં તુવેરની ટેકાના ભાવે ખરીદી તા.5મી માર્ચના રોજથી શરૂ કરાઇ હતી.સંખેડા તાલુકામાં 1400 જેટલા ખેડુતોએ ટેકાના ભાવે તુવેર વેચવા માટેનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.સંખેડા તાલુકાના હાંડોદ ખાતેના સબયાર્ડમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી સસ્તા અનાજના ગોડાઉન મેનેજરની દેખરેખ હેઠળ શરૂ કરાઇ હતી.જે તા.5મી માર્ચના રોજથી આજસુધી ચાલી રહી છે.જોકે આ ખરીદીની પ્રક્રિયા અત્યંત જ મંથર ગતિએ ચાલી રહી છે.આ બાબતે તાજેતરમાં જ દિવ્ય ભાસ્કર દ્વારા અહેવાલ પ્રસિધ્ધ કરાયો હતો.

તુવેરની અત્રે ટેકાના ક્વિંટલના ભાવ 5675 રૂપિયાના ભાવે ચાલતી ખરીદી તા.14મી એપ્રિલ સુધી જ ચાલુ રહેવાની હોવા બાબતેની ચર્ચા વહેતી થતા હજીય જે ખેડુતોને ટેકાના ભાવે તુવેર વેચવાની બાકી છે.એવા ખેડુતો પરેશાન બન્યા છે.

સંખેડા તાલુકાના હાંડોદ સેંટર ખાતે તુવેરની ટેકાના ભાવે થયેલી ખરીદી બાબતે અત્રેના સૂત્રોએ જણાવ્યું હતું કેતા.8મી એપ્રિલ સુધી હાંડોદ સેંટર ખાતે 780 જેટલા ખેડુતોની અને આજે 9મી એપ્રિલના રોજ આ આંકડો વધીને 800 સુધી પહોંચી ગયો છે.જોકે અત્રે 1400 જેટલા ખેડુતોએ તુવેર ટેકાના ભાવે વેચવા માટેનું રજિસ્ટ્રેશન કરાવેલું છે.અને તા.14 સુધી બાકી રહેલા આશરે 600 જેટલા ખેડુતોની તુવેર ટેકાના ભાવે વેચાવાની બાકી રહી જાય એવી શક્યતા સર્જાઇ છે.

સંખેડાના હાંડોદ સેંટર ખાતે તુવેરની ખરીદી કરાઇ રહી છે.તસવીર સંજય ભાટિયા

છેલ્લી તારીખ સુધી પણ પ્રશ્ન હલ નહી થાય
અહિયાથી બોડેલી પણ કેટલાક ખેડુતોને તુવેર ટેકાના ભાવે આપવા મોકલી આપ્યા છે.તા.14મી છેલ્લી છે.1400 ખેડુતોનું રજીસ્ટ્રેશન છે.પણ તુવેર નિકળતી જાય એવા ખેડુતોની નોંધણી કરેલી છે.જે 950 જેટલી છે.એટલે છેલ્લી તારીખ સુધી પ્રશ્ન નહી થાય. ઠાકોરભાઇ તડવી,સંખેડા ગોડાઉન મેનેજર”

30મી સુધી તુવેરની ખરીદી ચાલુ રહે તેવી માંગ
મારે હજી ત્રણ દિવસ તુવેર કાઢવાની છે.એ તુવેર નિકળ્યા પછી 10 દિવસ બાદ બીજી તુવેર નિકળશે.નોંધણી કરાવી છે.પણ 14 તારીખે બંધ થાય તો ટેકાના ભાવે તુવેર વેચવાથી મારી જેવા બીજા અનેક ખેડુતો બાકી રહી જાય એમ છે.તો 30 એપ્રિલ સુધી ટેકાના ભાવે તુવેર ખરીદી ચાલુ રહે એવી માંગ છે. સુનિલભાઇ પટેલ,ખેડુત-ભાટપુર

અન્ય સમાચારો પણ છે...