8 સિંચાઈ તળાવોમાં 10 %થી ઓછું પાણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર જિલ્લામાં આવેલા 13 સિંચાઇ તળાવોમાંથી આઠ તળાવોમાં 10 ટકા કરતા પણ ઓછુ પાણી છે.કુંદનપુર ગામનું તળાવ તો બિલકુલ જ ખાલીખમ બન્યુ છે.તંત્ર દ્વારા ખાલીખમ તળાવો ભરવા કોઇ ખાસ આયોજન કરાયુ નથી.આ તળાવો થકી 200 હેક્ટર જમીનને સિંચાઇનો લાભ અપાયો છે.

છોટાઉદેપુર જિલ્લામાં ખેતીની સિંચાઇને લાભ મળે એ હેતુંથી કુલ તેર જેટલા તળાવો બનેલા છે.આ તળાવો ઉનાળા દરમિયાન ખાલી થવા લાગ્યા છે.હાલમા પરિસ્થિતિ એવી છે કે કુલ તેર પૈકીના આઠ તળાવોમા તો દશ ટકા કરતા પણ અત્યંત જ ઓછુ પાણી છે.ચાલુ વરસે છોતાઉદેપુર જિલ્લામાં પણ પૂરતો વરસાદ પડ્યો નથી.

સિચાઇ તળાવો પણ એવા વિસ્તારમાં આવેલા છે કે જ્યાં ખેતીની સિંચાઇને તળાવો થકી લાભ મળી શકે એમ છે.

છોટાઉદેપુર તાલુકામાં ઝેર, જામલી, હરવાંટ, નાલેજ અને સિંગલા ગામે તળાવ છે. કવાંટ તાલુકામાં અમલવાંટમાં,જેતપુર પાવી તાલુકામાં કુંદનપુર, જોગપુરા, ભાંભર, રાયપુર અને ખાંડી ગામે અને નસવાડી તાલુકામાં લિંડાટેકરા અને ધનિયાઉમરવામાં સિંચાઇ તળાવ આવેલા છે.

આ તળાવો પૈકીનું કુંદનપુર(હાલ બોડેલી તાલુકા)માં આવેલું તળાવ બિલકુલ જ ખાલીખમ બની ગયેલું છે. છોટાઉદેપુર જિલ્લા પંચાયત સિંચાઇ શાખાના સૂત્રોના જણાવ્યાનુસાર આ સિંચાઇ તળાવો થકી 200 હેક્ટર જમીનમાં સિંચાઇ માટેનું પાણી આપેલું છે.

બોડેલી તા.નું કુંદનપુરનું તળાવ કોરુકટ
ભાસ્કર ન્યૂઝ | બોડેલી

છોટાઉદેપુર જિલ્લામાં સૌથી મોટો વિસ્તાર ધરાવતા સિંચાઈ તળાવ બોડેલી તાલુકાના દક્ષિણ છેડે કુંદનપુર ગામે આવેલું છે અહીં તળાવની વાત કરીએ તો ચોમાસા દરમિયાન આ તળાવ 15થી 20 ગામોની હજારો એકર જમીનને સિંચાઈ પુરી પાડે છે અને પીવાના પાણીનો પણ વિકલ્પ આ તળાવ સાથે જોડાયેલો છે આ તળાવમાં પાણીની ક્ષમતા પણ વધુ હોવાથી આજુબાજુના ગામોના બોર, કુવાના સ્તરો જળવાઈ રહે છે પરંતુ સિંચાઈ તળાવ હોવાથી ખેડૂતો દ્વારા પાણી સિંચતા ડિસેમ્બર મહિનામાં પાણી ખતમ થઇ જતા પાણીની વિકટ સમસ્યા ઉભી થાય છે નર્મદા મુખ્ય નહેર આ તળાવથી ત્રણ જ કિલોમીટર દૂરથી પસાર થાય છે તળાવમાં બે-ત્રણ મહિના લિફ્ટિંગથી તળાવ ભરી આપવામાં આવે તો 20 ગામોમાં પીવાના પાણીની સમસ્યા દૂર થાય તેમ છે.

તળાવોમાં પાણી ભરવા કોઇ આયોજન જ નથી
છોટાઉદેપુર જિલ્લામાં સુજલામ સુફલામ યોજના થકી જિલ્લામાં અનેલ જગ્યાએ તળાવો ઉંડા કરાયા છે.પણ તળાવો ઉડા થવા છંતા પણ તળાવોમાં લાંબા સમય સુધી પાણી ભરાયું નથી.તળાવો ખોદવા પાછળ તંત્ર સક્રિય રહી રસ દાખવે છે.પણ ઉનાળામાં આ તળાવો પાણીથી ભરવા માટે કોઇ ખાસ આયોજન કરતું નથી.

છોટાઉદેપુર જિલ્લામાં આવેલા 13 સિંચાઇ તળાવોમાંથી બોડેલીના કુંદરપુરનું તળાવ ખાલીખમ નજરે પડે છે. સંજય ભાટીયા

નર્મદા કેનાલ સિવાય કોઇ વિકલ્પ નથી
સિંચાઇ તળાવો થકી 200 હેક્ટર જમીનને સિંચાઐનો લાભ અપાયો છે. તળાવો ભરવા માટે નર્મદા કેનાલ સિવાય કોઇ વિકલ્પ નથી. હાલમાં મોટાભાગના તળાવોમાં પાણી ઓછુ છે. વી.જે.ચાવડા, ડે.એન્જિ., સિંચાઇ શાખા, છોટાઉદેપુર

સિંચાઇ તળાવમાં પાણીના સ્ટોરેજની વિગત (તા.3-5-2019ની સ્થિતિએ)

ક્રમ તળાવનું નામ સ્ટોરેજની

ટકાવારી

1 ઝેર 58.81

2 જામલી 3.37

3 હરવાંટ 4.06

4 નાલેજ 19.66

5 સિંગલા 3.94

6 અમલવાંટ 4.55

7 કુંદનપુર 0.00

8 જોગપુરા 20.86

9 ભાભર 11.45

10 રાયપુર 3.61

11 ખાંડી 8.33

12 લિંડાટેકરા 7.80

13 ધનિયાઉમરવા 18.82

અન્ય સમાચારો પણ છે...