તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ટીયરિંગ ઉપરનો કાબૂ જતા બસ ઝાડ સાથે ભટકાતા 7 લોકોને ઇજા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડભોઇ વડોદરા માર્ગ પર સાંજના ખનગી લકઝરી બસ વડોદરા તરફેથી ડભોઇ તરફે આવતી હોય કપુરાઇથી રતનપુર આવતા રતનપુર પાસે અચાનક લકઝરી બસના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા લકઝરી બસ માર્ગથી દૂર આવેલા ચીકુના વૃક્ષ સાથે ભટકાઇ જતા લકઝરી બસમાં બેઠેલા મુસાફરોને નાની મોટી ઇજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાયા હતાં. જ્યારે લકઝરી બસનો ચાલક અકસ્માત થયા બાદ ભાગી છુટ્યો હતો. જો કે બનાવની કોઇ ફરીયાદ મોડા સુધી થયેલ ન હોય લકઝરી બસ સ્થળ પર જે તે હાલતમાં ઉભી થયેલ હતી.

ડભોઇ વડોદરા રાજધોરી માર્ગ પર કપુરાઇ ચોકડીથી ડભોઇ તરફે આવતી ખાનગી લકઝરી બસ જેનો નંબર- GJ-06-ZZ-7767 રતનપુર પાસેથી પસાર થતા લકઝરીના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા બસ માર્ગ છોડીને બાજુમાં આવેલ ચીકુના ઘટાદાર વૃક્ષ સાથે ભટકાઇ જતા લકઝરી બસમાં સવાર મુસાફરોની ચીચીયારીઓથી રાહદારીઓએ બચાવ કાર્ય કરી લકઝરી બસમાં સવાર મુસાફરોને બહાર કાઢી ઘવાયેલાઓને સારવાર અર્થે વડોદરા મોકલી આપ્યા હતાં. જેમાં સાત જેટલા મુસાફરોને ઇજાઓ થવા પામી હતી.

જો કે અકસ્માત નોતરી લકઝરીનો ચાલક સ્થળ પર બસ મુકી ભાગી છુટ્યો હતો. જ્યારે ઇજાગ્રસ્તો સારવાર અર્થે હોસ્પિટલમાં હોવાથી પોલીસ ફરીયાદ ન થયેલ હોવાનું જાણવા મળેલ છે.

ડભોઇ વડોદરા માર્ગ પર ખનગી લકઝરી બસ વડોદરા તરફેથી ડભોઇ તરફે આવતી હોય કપુરાઇથી રતનપુર આવતા રતનપુર પાસે લકઝરીના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા લકઝરી બસ માર્ગથી દૂર આવેલા ચીકુના વૃક્ષ સાથે ભટકાતા આગળના ભાગનો ખુરદો બોલાઇ ગયો હતો.સઇદ મન્સુરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો