તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સામાન્ય પ્રવાહમાં 7-વિજ્ઞાન પ્રવાહમાં 6 વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા જણાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એચએસસી માર્ચ 2019ની પરીક્ષા બાદ આ પરીક્ષાની ડીવીડીના ચેકિંગ દરમિયાન સામાન્ય પ્રવાહમાં કુલ સાત અને વિજ્ઞાન પ્રવાહ દરમિયાન કુલ 6 જેટલા વિદ્યાર્થીઓ ગેરરીતી આચરતા નજરે પડ્યાં હતા. એસએસસીની ડીવીડીની ચકાસણી ચાલી રહી છે.

છોટાઉદેપુર જિલ્લામાં માર્ચ મહિના દરમિયાન એસએસસી અને એચએસસીની પરીક્ષા યોજવામાં આવી હતી.

આ પરીક્ષાઓની ડીવીડી (સીસીટીવી ફૂટેજ)ની ચકાસણી પરીક્ષા બાદ શરૂ કરવામાં આવી છે. છોટાઉદેપુર જિલ્લામાં લેવાયેલી એચએસસી સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ડીવીડી (સીસીટીવી ફૂટેજ)ની ચકાસણી કરવામાં આવતા કુલ સાત જેટલા વિદ્યાર્થીઓ ગેરીરીત કરતા જણાયા હતા. જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં 6 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષાાં ગેરરીતી કરતા હોવાનું જણાયું હતું.

જેથી આવા વિદ્યાર્થીઓના હિયરિંગ રાખવામાં આવ્યા છે. વિજ્ઞાન પ્રવાહ માટેના હિયરિંગ યોજાઇ ગયા છે. હાલમાં એસએસસી માર્ચ 2019ની પરીક્ષાની ડીવીડી (સીસીટીવીફૂટેજ)ની ચકાસણી ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...