તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નાણાં અને કામોમાં ગેરરીતિ આચરનારા 6 સરપંચ સસ્પેન્ડ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ જિલ્લાના ડીડીઓએ છેલ્લા દોઢ વર્ષમાં નાણાં અને વિકાસના કામોમાં ગેરરિતી આચરનાર છ સરપંચોને સસ્પેન્ડ કર્યા છે. અત્યાર સુધીની મોટી કાર્યવાહી મનાય છે. ડીડીઓએ ફરિયાદના આધારે દસક્રોઇ, ધંધુકા, વિરમગામ, દેત્રોજ અને ધોળકા તાલુકામાં સરંપચો સામે કેસ ચલાવી સપાટો બોલાવતા અધિકારીઓમાં ફફડાટ મચી ગયો છે. અમદાવાદ જિલ્લાના ડીડીઓ અરૂણમહેશ બાબુએ કહ્યું કે સરપંચો સામે ગેરરિતી મળેલી ફરિયાદોના આધારે સસ્પેન્ડ કરાયા હતાં. હજી પણ કેટલાક સરપંચો સામે કાર્યવાહી ચાલી રહી છે. સરકારી ફંડનો ગેરપયોગ કરનાર હોદ્દેદારો કે અધિકારીઓ સામે કાર્યવાહી ચાલુ જ રહેશે. વિરમગામ અને ધોળકાના સરપંચની ફરી નિમણૂંક કરાઇ છે. પરંતુ તપાસ ચાલુ છે.

દસક્રોઇ, ધંધુકા, વિરમગામ, દેત્રોજ, અને ધોળકા તાલુકામાં સરંપચો સામે કેસ ચલાવી સપાટો બોલાવાયો
તાલુકો ગામ સરપંચ વિગત

દસક્રોઇ કઠવાડા દિપ્તી આર.ચાવડા રેકર્ડમાં સહી ન કરવા, એલઇડી લાઇટમાં ગેરરીતિ

ધંધુકા રંગપુર કિશોર આર.સોલંકી નાણાપંચના કામો પૂર્ણ ન થયા, ગ્રાન્ટના નાણાં ઉપાડયા

વિરમગામ થુલેટા મનુ પી.મકવાણા વિકાસના કામોમાં ગેરરીતિ

વિરમગામ વાણી નાથા સીંધવ વિકાસના કામોમાં ગેરરીતિ

દેત્રોજ રામપુરા કનુજી કુંવરજી ઠાકોર 14માં નાણાપંચની ગ્રાન્ટમાંથી LED લાઇટમાં ગેરરીતિ

ધોળકા જાખડ વસંત એચ.ડાભી વિકાસના કામોમાં ગેરરીતિ

કાર્યવાહીથી અન્ય સરપંચોમાં ફફડાટ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીથી ગેરરિતી આચરતાં જિલ્લાના ગામડાઓના સરપંચોમાં ફફડાટની લાગણી ફેલાઇ છે. ગેરરીતિ આચરનારા સરપંચોની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

સરપંચો સામે આ રીતે કાર્યવાહી ચાલે છે
અરજદારો તરફથી સરપંચ વિરૂધ્ધ રજૂઆત મળ્યા બાદ તાલુકા વિકાસ અધિકારી કે જિલ્લા કક્ષાના અધિકારીને તપાસ સોંપાય છે. જે તપાસ અહેવાલ મળ્યા બાદ જરૂર જણાય તો સરપંચને કારણદર્શક નોટીસ આપી રૂબરૂ સુનાવણીમાં બોલાવાય છે. સુનાવણીમાં રજૂઆત અને પુરાવા કરવામાં અસફળ થાય તો પણ તક અપાય છે. આ પછી સ્થળ પર પણ સુનાવણી રખાય છે. આ પછી પુરાવા અને તપાસ અહેવાલના આધારે કેસના ગુણદોષના આધારે યોગ્ય નિર્ણય લઇ સસ્પેન્ડ કરાય છે.

સરપંચને વિકાસ કમિશનર સમક્ષ રજૂઆત કરવાની તક મ‌ળી છે
ડીડીઓની કાર્યવાહીમાં સસ્પેન્ડ થનાર સરપંચને વિકાસ કમિશનર સમક્ષ રજૂઆત કરવાની તક મળે છે. આ તકમાં પણ નિષ્ફળ જાય તો સસ્પેન્ડ ઓર્ડર યથાવત રખાય છે અને સફળ થાય તો તેની પુન:નિમણૂંક કરાય છે.

પુન: નિમણૂક પામેલા બે સરપંચો સામે હાલમાં તપાસ ચાલી રહી છે
વિકાસ કમિશનરના ઓર્ડરથી પુન:નિમણૂંક પામેલા વિરમગામના વાણીગામના નાથાભાઇ સીંધવ અને ધોળકાના જાખડગામના વસંત એચ.ડાભી નામના બે સરપંચોને સામે હાલ તપાસ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો