ડભોઇ વડોદરી ભાગોળ પાસે સુખીયાપીર દાદાની દરગાહ ખાતે 592મા ઉર્સની ઉજવણી કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડભોઇ વડોદરી ભાગોળ પાસે આવેલ સુખીયાપીર દાદાની દરગાહ ખાતે 592 મા ઉર્સની ઉજવની પ્રસંગે ચાદ્દર ચઢાવતા હિન્દુ મુસ્લીમ બિરાદરો. ડભોઇ વડોદરી ભાગોળ નજીક આવેલા ઐતીહાસીક મઝાર હજરત સુખીયા પીર દાદા ના 592મા ઉર્સ પ્રસંગે સંખ્યા બંધ હિન્દુ મુસ્લીમ બિરાદરો ઉમટી પડ્યા હતા જ્યારે હિન્દુ અને મુસ્લિમ એકતાનુ મહાન આસ્થા સ્થાન પર હિન્દુ અને મુસ્લીમ એકતાનંુ સમનવય બતાવી સુંદર ઉર્સ ઉજવની કરવામા આવી હતી આ પ્રસંગે કાર્યક્રમો યોજાયા હતા.

ડભોઇ વડોદરી ભાગોળ નજીક ચુનીલાલ પાર્ક સોસાયટીની બાજુમા આવેલ ઐતીહાસીક દરગાહ શહેર સુખીયાબાદથી જાણીતા હજરત સુખીયા પીર દાદાનો 592મા ઉર્સ ની બે દિવસ ઉજવની કરવામા આવી હતી. આ ઐતીહાસીક સ્થળ ઉપર હિન્દુ મુસ્લીમ બિરાદરો દર ગુરૂવારે દર્શન કરી શારીરીક અને માણશીક આધી-વ્યાધી થી શાંતી પામે છે. આ ઐતિહાસિક સુખીયા પીર દાદાની મઝાર ખાતે ભવ્ય ઉર્સ પ્રસંગની ઉજવની કરવામાં આવી જેમાં સંદલ સરીફ બેગવાડા સબ્બીરભાઇ ના ઘરેથી પરંપરાગત નીકળી દરગાહ ખાતે પહોંચી હતી.જ્યારે આ ઉર્સ પ્રસંગે હિન્દુ મુસ્લિમ શ્રધ્ધાળુઓ આ બે દિવસ ઉમટી પડી ગુલાબના ફુલની ચાદર ચઢાવી મઝાર ઉપર માથુ ટેકવી દાદાને આદર ભાવ સાથે નમન કરી પોતાની મનોકામના માટે દુઆ કરી ધન્યતા અનુભવતા હોય છે.

ડભોઇ વડોદરી ભાગોળ પાસે સુખીયાપીર દાદાની દરગાહ ખાતે 592મા ઉર્સની ઉજવણી કરાઇ.તસવીર શૈલેષ માછી

અન્ય સમાચારો પણ છે...