પંચમહાલ જિલ્લામાં 26,768 હેન્ડપંપોમાંથી 5,500 હેન્ડ પંપ બંધ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પંચમહાલ જિલ્લામાં પીવાના પાણી ની સમસ્યાઓને લઇને જિલ્લા વડીવટી તંત્ર દ્વારા દરેક તાલુકાઓ માં સર્વે કરવામાં આવ્યો હતો. ગામડાઓમાં પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત હેન્ડપંપ છે. પંચમહાલ જિલ્લામાં કુલ ૨૬,૭૮૬ હેન્ડપંપ છે, જે પૈકી આશરે ૪,૧૩૮ હેન્ડપંપ પાણીનું સ્તર નીચે જવાથી બંધ છે. જ્યારે ૧૧૯૪ હેન્ડપંપ એવા છે કે જે રીપેર થઈ શકે તેમ છે અને ૧૮૭ હેન્ડપંપ રીપેર થઈ શકે તેમ નથી. આ હેન્ડપંપોને રીપેર કરવા માટે જિલ્લામાં ૨૧ ટીમોની રચના કરાઈ છે. જયારે ચાલુ સાવર્જનિક હેન્ડપંપો માંથી 30 ટકા જેટલા હેન્ડપંપો ખાનગી વ્યકતિઓ કે બોર મોટર મુકીને પાણીનો ઉપયોગ અંગત વ્યક્તિઓ કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યુ઼ છે.

એક બાજુ પ્રભારી મંત્રીએ સૂચનાઓ આપીકે સરકારી બોરનો ઉપયોગ ખાનગી વ્યક્તિઓ દ્વારા ઉપયોગમાં લેવાશે તો કાર્યવાહી કરીશુ઼ પણ જિલ્લાના 30 ટકા હેન્ડપંપોનો ઉપયોગ આ ખાનગી વ્યક્તિઓ કરી રહ્યા છે. જેમાં મોટા ભાગના રાજકારણીઓ તથા પાર્ટીના કાર્યકરો પોતાની માલિકીનો સમજી ઉપયોગ કરે છે.

પાણીની સમસ્યાઓના નિવારણ માટેના નિર્ણયો
કાલોલના બેઢિયા ગામે પાણીની પાઇપ લાઇન તોડી નાખવા વીરુદ્ધ કાર્યવાહી કરવા પોલીસને આદેશ યોજનાઓ અતર્ગત ગ્રામ પંચાયતોને ટેન્કરો ફળવાયા છે. જરુર હોય ત્યાં ટેન્કરથી પાણી પહોચાડશે શહેરા નગર પાલિકાની પાણીની પાઇપ લાઇનો વાંરવાર તોડી નાખનારને સામે કડક કાર્યવાહી કરાશે બામરોલી ખુર્દ ગામ માટે વાસ્મો યોજનાનો શરૂ કરીને પાણી આપવાના સૂચનો જિ્લલામાંથી પસાર થતી નર્મદા નહેરમાંથી બક નળી દ્વારા ગ્રામ પંચાયતને પાણી પુરુ પાડવામાં આવશેજિલ્લામાં પાણીની સમસ્યાઓનુ઼ નિરાકરણ બે દિવસમાં કરવા આદેશ

હેન્ડપંપ રીપેર થયા બાદ દૂર પાણી લેવા નહીં જવું પડે
જિલ્લામાં પાણીની સમસ્યાઓને દુર કરવા પાણીના સ્તર ઉંડા જતા 2 હજાર હેન્ડપંપોને ઉડા કરવાની યુધ્ધના ઘોરણે કામગરી કરવા આદેશ આપ્યા છે. તાલુકાઓ-નગર પાલીકાઓમાં આવેલી પીવાના પાણીની સમસ્યાઓને દૂર કરવા સૂચનાઓ આપી છે. હેન્ડપંપો રીપેર થયા બાદ લોકોને દુર સુધી પાણી લેવા જવું નહિ પડે. ઉદિત અગ્રવાલ, કલેકટર પંચ.

અન્ય સમાચારો પણ છે...