તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડભોઇ વિધાનસભા બેઠકના 5 હજાર જેટલા ભાજપ કાર્યકરો કોંગ્રેસમાં જોડાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા જિલ્લા ભાજપના સંગઠનને લઈ ડભોઇ વિધાનસભા મતવિસ્તારના કેટલાક તાલુકાના સરપંચ અને ભાજપના કાર્યકરો હળહળતા અન્યાયને લઇને ભાજપથી નારાજ થયા છે અને તેવો ખામ થિયરી અપનાવાના મૂળમાં હોવાની માહિતી મળવા પામી છે.

ડભોઇ વિધાન સભાના મતવિસ્તારમાં આવતા વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના તથા શિનોર તાલુકાના કેટલાક ગામના સરપંચો ભાજપના હોદ્દેદારોને કાર્યકરો જેવો ભાજપમાં સંગઠનને કાર્યપદ્ધતિથી નારાજ છે. એટલું જ નહીં વારંવાર તેઓને અપમાન થવા પામ્યું છે. તેવોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ભાજપમાં ક્ષત્રિયો, દલિતો, મુસ્લિમ, આદિવાસીને હળહળતો અન્યાય થઈ રહ્યો છે. જેને લઇ તા.18/4/2019ના રોજ વડોદરા તાલુકાના પોર નજીક સુંદરપુરા ગામે કોંગ્રેસનું મોટું સંમેલન યોજાનાર છે. જેમાં ભાજપમાં સંગઠનથી નારાજ વડોદરા તાલુકાના કેટલાક ગામોના સરપંચો અને ભાજપના હોદ્દેદારો મોટી સંખ્યામાં કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. સુંદરપુરા ગામના ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...