તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લગ્નનો 50 ટકા ચાંદલો શહીદ જવાનોના પરિવારોને અપાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સંખેડા ખાતે આજે યોજાયેલા એક લગ્ન પ્રસંગમાં આવેલો 50 ટકા ચાંદલો શહીદ થયેલા સી.આર.પી.એફ.ના જવાનોના પરિવારજનોને આપવામાં આવશે.

સંખેડા ગામના રાજેન્દ્રકુમાર ભીલ અને અલ્પાબેનના પુત્ર ચક્ષુના લગ્ન પ્રસંગે આજે સંખેડા ખરાદીની વાડીમાં જમણવાર પ્રસંગ યોજાયો હતો.આવતીકાલે ચક્ષુની જાન ખંભાત જવાની છે.

જમણવાર પ્રસંગે આ પરિવાર દ્વારા ચાંદલાના કાઉન્ટર ઉપર જ પુલવામામાં શહીદ થયેલા સી.આર.પી.એફ.ના જવાનોના પરિવારજનોને આજના લગ્નપ્રસંગે આવેલા ચાંદલાની રકમ આપવાનું બેનર લગાડ્યું હતું. લગ્ન છે એ યુવકના પિતાએ જણાવ્યું હતું કેજે રીતે દેશના નાગરિકો શહીદ થયેલા સીઆરલીએફના જવાનોના કુટુંબને પોતાના તરફથી કંઈક ને કઇંક યોગદાન આપે છે.તો અમે પણ લગ્નમાં આવે એ 50 ટકા ચાંદલો આ શહીદોના જવાનોના કુટુંબને આપવાનું નક્કી કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો