તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝાંખરીપુરા ગામેથી 48,240નો દારૂ ઝડપાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

કાલોલ તાલુકાના ઝાંખરીપુરા ગામે ગેરકાયદેસર વિદેશી દારૂનો ધંધો કરતા બુટલેગર તથા તેના સાથીદારની બાતમીના આધારે ગોધરા એલ.સી.બીએ રેડ કરતા રૂા.48,240નો વિદેશી દારૂ ઝડપી પાડી કાલોલ પોલીસ મથકે પ્રોહી મુદ્દામાલ કલમ મુજબ બે વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

ગુજરાત નશાબંધીના કાયદાને ડામવા સ્થાનિક પોલીસ વિભાગની કામગીરી સામે બુટલેગરો બેફામ બનવા જતા હોય છે અને નીતનવા નુસખા અપનાવતા હોય છે. અથવા તો ખાનગી જગ્યાએ પોતાનો ધંધો કરતા હોય છે. આવા બુટલેગરની ગોધરા એલ.સી.બી પોલીસ ઇન્સ્પેક્ટર ડિ.એન.ચુડાસને પાકી બાતમી મળેલી હતી કે કાલોલના ઝાંખરીપુરા ગામે રહેતા રાહુલકુમાર કિરણસિંહ રાઠોડ વિદેશી દારૂ વેચવાનો ધંધો ગેરકાયદેસર રીતે કરતો હોય તેમજ દિલીપભાઈ રમેશભાઈ રાઠોડ વેપાર કરતા બુટલેગરને મદદ કરી રહ્યો છે. બાતમી વાળા સ્થળે ગોધરા એલ.સી.બી પોલીસ પહોચે તે પહેલા બુટલેગર તથા તેનો સાથીદાર નાસી છુટ્યા હતા. પરંતુ તેમની ઓરડીમાં રેડ કરતા બાઇક તેમજ દારૂના કવાટરીયાની પેટીઓ તથા બિયર ટીન મળી કુલ 552 નંગ મળી આવ્યા હતા જેની કિંમત 48,240 તેમજ બાઇક રૂા.20,000 મળી કુલ 68,240નો મુદ્દોમાલ ગોધરા એલ.સી.બી પોલીસે ઝડપી પાડી હતી.

કુલ 68,240નો મુદ્દામાલ જપ્ત કર્યો


બે વિરુદ્ધ પ્રોહિ મુજબ ગુનો નોંધ્યો

_photocaption_ઝાંખરીપુરા ગામે દારૂ તથા બાઇક ઝડપાઇ. }જયવિરસિંહ સોલંકી*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો