તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છોટાઉદેપુરના મેડિકલ કેમ્પમાં 465 દર્દીઓએ લાભ લીધો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
છોટાઉદેપુર વન વિભાગ વેલફેર એસોસિએશન ઓફ રીટાયર ફોરેસ્ટ ઓફિસર ગુજરાત અને શ્રોફ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા તા. 24ના નિઃશુલ્ક સર્વરોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન શારદા મેડીકલ સેન્ટરમાં છોટાઉદેપુર ખાતે કરવામાં આવ્યું હતું. જેનો જુદા જુદા રોગના 465 દર્દીઓએ લાભ લીધો હતો. યોજાયેલ કેમ્પનું આયોજન એસપી એમ એસ ભાભોરે કર્યું હતું તેમની સાથે ડીવાયએસપી એ વી કાટકડ અને ડી એફ ઓ નિલેશ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતાં.

સર્વરોગ નિદાન કેમ્પમાં 18 જુદા જુદા રોગોના નિષ્ણાત ડોકટરો ઉપસ્થિત રહ્યાં હતાં. કેમ્પ દરમ્યાન સાત જેટલા દર્દીઓને સ્થળ ઉપર ઓપરેશન કરી આપવામાં આવ્યા હતાં અને દરેક દર્દીને દવાઓ મફત આપવામાં આવી હતી. વન વિભાગ તરફથી કોઈપણ દર્દીને વધુ સારવાર અર્થે વડોદરા લઈ જવાની જરૂર પડતો તેનો ખર્ચ પણ વન વિભાગે આપવાની તૈયારી દર્શાવી હતી. થોડા દિવસ અગાઉ વન વિભાગ દ્વારા તદ્દન અંતરિયાળ આવેલ મીઠીબોર ગામે એક મેડિકલ ચેકઅપ નિઃશુલ્ક કેમ્પ યોજાયો હતો. તેમાં સારી સફળતા મળી હતી. તાજેતરમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ હડતાલ ઉપર હોય ગામડામાં પ્રજાને ભારે મુશ્કેલી પડી રહી છે એવા સમયે નિઃશુલ્ક નિદાન કેમ્પ ખૂબ જ મહત્વનો બની રહે છે.

છોટાઉદેપુર શારદા મેડિકલ સેન્ટરમાં યોજાયેલ નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો હતો. તસવીર વિવેક રાવલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો