તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાલીયા પાસેથી 4.60 લાખનો દારૂ ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરવા(હ) પોલીસે સાલીયા હાઇવે ઉપરથી ભારતીય બનાવટનો દારૂ ભરેલો પીકઅપ ડાલાને પકડી પાડયો હતો. પોલીસે બે બુટલેટરને પકડી પાડયા હતા. પેટ્રોલીગ કરનાર કાર સાથે બે નાસી ગયા હતા.

મોરવા(હ) પોલીસ મથકના પોસઇ જે.એન.પરમાર તથા સ્ટાફ સાલીયા હાઇવે પર ચેકપોસ્ટ પાસે નાકાબંધી કરી વાહન ચેકીંગમાં હતા તે સમય દરમિયાન એક પીકઅપ ડાલુ આવતા તેને ઉભું રખાવી પીકઅપ ડાલાંમાં પંકજ લલીતભાઈ સંઘવી, તથા નરસિંહ લીમ્બાભાઈ રબારી ની મોરવા હડફ પોલીસે ધરપકડ કરી હતી.જયારે પીકઅપ ડાલામાં દારૂ ભરાવીને તેનું પેટ્રોલીગ કરનાર આઇટેન્ટી કારના ચાલક વહતાભાઈ ઉર્ફે વાસુ રબારી અને ભાવેશ પ્રજાપતિ કાર લઇને નાસી ગયા હતા.

પીકઅપ ડાલામાં પોલીસે તપાસ કરતા પીકઅપ ડાલામાં મકાઈના ભુસાની થેલીઓ નીચે ભારતીય બનાવટનો પરપ્રાંતીય વિદેશી દારૂના 3840નંગ ક્વાટરીયા જેની કિંમત રૂ.4,60,800 નો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. તેમજ પીકઅપ ડાલાની કિંમત રૂપિયા 4 લાખ સહીત આમ કુલ રૂ.8,64,800/- ની કિંમતના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપાયેલ પંકજ લલીતભાઈ સંઘવી, નરસિંહ લીમ્બાભાઈ રબારી તેમજ ભાગી છૂટેલ વહતાભાઈ ઉર્ફે વાસુભાઈ રબારી અને ભાવેશ પ્રજાપતિત સામે પ્રોહીનો ગુનો નોધીને ફરાર બંને આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

મોરવાના સલીયા પાસેથી દારૂ ભરેલા ડાલા સાથે બે ઝડપાયા

અન્ય સમાચારો પણ છે...