તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડભોઈના નવાપુરામાં જાહેરમાં જુગાર રમતા 4 ઈસમો ઝડપાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડભોઇ નગરનાં નવાપુરા વિસ્તારમાં આવેલાં શીખ મંદિર નજીકની આંગણવાડીનાં ઓટલાં પર પત્તાપાનાનો જુગાર રમતાં 4 ઇસમોને પોલીસે બાતમી આધારે છાપો મારી ઝડપી પાડ્યાં હતા. તેઓ પાસેથી દાવ પરનાં અને અંગત જડતીનાં કુલ રૂપિયા 15,640 કબજે લઇ પોલીસે જેલ ભેગા કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ડભોઇ પોલીસ મથકનાં પીઆઇ જે. એમ. વાઘેલાને મળેલી બાતમી આધારે નગરનાં નવાપુરા વિસ્તારમાં આવેલા શીખ મંદિરની નજીકની આંગણવાડીનાં ઓટલા પર કેટલાંક જુગારીયાઓ પત્તા પાનાનો જુગાર રમી રહ્યા છે. જેથી તેઓએ આ બાબતે પીએસઆઇ એચ. જે. ચૌધરી સૂચના આપતાં પોલીસ મથકનાં કેટલાંક જવાનોને સાથે રાખી તેઓએ બાતમી વાળી જગ્યાએ પહોંચી છાપો મારતાં 4 જુગારીયાઓને રંગેહાથે ઝડપી પાડ્યા હતાં. તેઓનાં દાવ પરથી રૂપિયા 3660 અને ચારેયની અંગ જડતી કરતાં રૂપિયા 11980 મળી કુલ 15640 રૂપિયા કબજે લઇ ચારેયનાં નામઠામ પૂછતાં રજબશાં ઉર્ફે શાહરૂખ જુમ્માશા દીવાન-રહે નવાપુરા, ફકીરમહંમદ ઉર્ફે ફક્કો જહુરશાં દીવાન-રહે બદ્દરૂદ્દીન મહોલ્લા, હુસેનભાઇ ફકીરમહંમદ મનસુરી-રહે ભીખનકુઇ અને લિયાકતભાઇ યુસુફભાઇ બોડીવાલા-રહે નવાપુરા દયારામ હાઇસ્કુલની પાછળનાં હોવાનું જણાવ્યા હતું. પોલીસે આ ચારેયને જેલ ભેગા કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શીખ મંદિર પાસે આંગણવાડીના ઓટલા પર જુગાર રમતા હતા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો