ઠાસરાની નહેરમાં પાણી પીવા ઉતરેલા 4 રોઝ ફસાઈ ગયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઠાસરા નજીક વાડદ રોડ પર આવેલી શેઢી શાખાની નહેરમાં પાણી પીવા ઉતરેલા ચાર રોઝ (નીલગાય) નહેરના પાણીમાં ઉતરી ગયા હતા. ચારેય રોઝે બહાર નીકળવાનો પ્રયાસ કરવા છતાં બહાર નીકળી ન શકતા આખરે ફોરેસ્ટ વિભાગે રેસ્ક્યૂ કરીને તેમને ઉગાર્યા હતા.

ઠાસરાથી વાડદ જવાના માર્ગ પર શેઢી શાખાની નહેર પસાર થાય છે. સોમવારે રાત્રે પાણી પીવા માટે ચાર રોઝ નહેર પાસે ગયા હતા. જ્યાં નહેરના પાણીમાં આ રોઝ લપસી પડ્યા હતા. આ ઘટનાના પગલે લોકો એકત્રિત થયા હતા, અને ચારેય રોઝને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આમાં તેઓને સફળતા ન મળતા આખરે ઠાસરા ફોરેસ્ટ વિભાગને જાણ કરાઇ હતી. જોકે, નહેરમાં થોડુ પાણી હોવાથી બે રોઝ ખેંચાઇને થોડે દૂર જતા રહ્યા હતા. ફોરેસ્ટની ટીમે નહેર પર પહોંચી પાણીમાં નેટ નાંખતા તેમાં આ રોઝ ફસાયા હતા. આ નેટને ઉપર ખેંચી રોઝને બચાવી લેવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...