Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
379 સગર્ભા મહિલાઓને સુવાવડ પછી કાળજી રાખવા બાબતેની સમજ અપાઇ
કવાંટ તાલુકાના 10 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ યોજના અંતર્ગત દર માસની જેમ આ મહિનામાં પણ આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભા માતાઓનો તપાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આથાડુંગરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મંદવાળાના-20 અને આથાડુંગળી-67 એમ મળી 87 તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કડીપાની ખાતે-20, પીપલદી ખાતે-31, નવાલાજા ખાતે- 44, રંગપુર(ક)-76, સૈડીવાસણ ખાતે સૈડીવાસણના-53, મોટીકઢાઈના-20 તેમજ કરજવાંટ ખાતે કરાજવાંટના-34 અને કનલવાના-14 એમ કુલ મળી-379 સગર્ભા માતાઓને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે વજન, ઊંચાઈ, લોહીની તેમજ પેશાબની તપાસ, સિક્લસેલની તપાસ, એચ.આઇ.વી.,ડાયાબિટીસ તેમજ બીજી જરૂરી પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી. તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર દ્વારા તમામ સગર્ભા માતાઓને બી.પી. તેમજ જરૂરી તપાસ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના પેરામેડિકલ સ્ટાફ દ્વારા સગર્ભા વસ્થા દરમ્યાન તેમજ સુવાવડ પછી રાખવામાં આવતી કાળજી વિશે આરોગ્ય શિક્ષણ પણ આપવામાં આવ્યું અને સુવાવડ ફકતને ફકત દવાખાનામાં જ થાય અને તેના માટે આગાઉથી શું તૈયારી કરવી અને 108ને કોલ કરી તુરંજ નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચી જવાની પણ માહિતી આપવામાં આવી હતી.
આરોગ્ય વિભાગ દ્વારા પ્રસૂતાની તપાસણી કરાઇ હતી.યશવંત ચૌહાણ