તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લગ્નમાંથી પરત આવતા 3 યુવાનો કાળનો કોળિયો બન્યાં

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બોડેલી તાલુકાનાં ભગવાનપુરા ગામ પાસે નર્મદા કેનાલના બ્રિજ પરથી ત્રણ સવાર બાઈક બોડેલી તરફ આવી રહ્યા હતા. ત્યારે એક ડમ્પર જેવા અજાણ્યા વાહને ટક્કર મારતાં ત્રણ યુવકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. ગમખ્વાર અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકટોળાં એકત્ર થયા હતા અને બેફામ દોડતા વાહન ચાલકો સામે રોષ ઠાલવ્યો હતો. પાવીજેતપુરનાં રહીશ રોહન રમેશભાઈ તડવી, અરૂણ અરવિંદભાઈ તડવી અને મુકેશ રમેશભાઈ તડવી ત્રણેય યુવકો ઘોઘંબાના એરાલ ગામે લગ્ન પ્રસંગે બાઈક પ્રસંગે ગયા હતા. ત્યાં હસતા મોઢે હાજરી આપીને પરત પાવી જેતપુર જવા માટે નર્મદા કેનાલ માર્ગે બાઈક લઇને નીકળ્યાં હતા. બોડેલી તરફ આવવા ભગવાનપુરા પાસે નર્મદા કેનાલના બ્રિજ પરથી પસાર થતા હતા. ત્યારે સામેથી એક ડમ્પર જેવું અજાણ્યું વાહન આવ્યું અને ટક્કર મારીને સ્થળ પરથી જતું રહ્યુ હતું. બાઈક અકસ્માત પછી ફંગોળાઈ જતાં અરૂણ અને મુકેશને ગંભીર ઈજાઓ થતાં ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યાં હતા. જ્યારે રોહલને પણ ગંભીર સારવાર અર્થે દવાખાને લઇ જતી વેળા માર્ગમાં આ ત્રીજા યુવકનું પણ મોત નિપજ્યું હતું. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

ભગવાન પુરા પાસે થયેલા અકસ્માતમાં ત્રણ યુવકોનાં પરીજનોમાં આક્રંદ
અજાણ્યા વાહનની ટક્કરે થયેલા અકસ્માતમાં મોતને ભેટેલા અરુણ અરવિંદભાઈ તડવીના પરિવારમાં 2 ભાઈ છે. તે અપરિણીત હતો. પિતા અને માતા હયાત છે. જ્યારે રોહલ રમેશભાઈ તડવી પણ અપરિણીત હતો.જ્યારે પરિવારનો એકનો એક તારણહાર મુકેશ રમેશ તડવીનાં પિતા મૃત્યુ પામ્યા છે અને પત્ની પિયર જતી રહી છે. યુવકોનાં મોતથી પાવીજેતપુર પંથકમાં ગમગીની વ્યાપી છે.

યુવકો ઘોઘંબાના એરાલ ગામે લગ્નમાં ગયા હતા
છોટાઉદેપુર જીલ્લાનાં પાવી જેતપુરનાં તડવી સમાજનાં ત્રણેય યુવકો પંચમહાલ જિલ્લાના ઘોઘબાનાં એરાલ ગામે લગ્નમાં જવાનું કહીને બાઈક લઇને નીકળ્યાં હતાં ત્યારે વળતા રસ્તામાં મોત ભટકાતા ત્રણેય યુવકોનાં કરુણ મોત થયાં હતાં.

બેફામ દોડતા રેતી ભરેલા ટ્રકો સામે ભારે રોષ
દિવસ રાત રેતી ભરેલા ટ્રકો આવા અંતરિયાળ માર્ગો પર માતેલા સાંઢની બેફામ દોડી રહ્યાં છે છતાં તંત્રને કેનાલ માર્ગે દોડતા વાહનો સામે કાર્યવાહી કરવાનું સૂઝતું નથી. પોલીસની મહેરબાનીથી પણ આવા રેતીના વાહનો મોતના સોદાગરોની જેમ દોડી રહ્યાં છે. ઘરેથી લગ્ન પ્રસંગે હાજરી આપવા ગયેલાં ત્રણેય યુવકોના મોથી પછી લોકટોળાં એકત્ર થયાં હતાં અને બેફામ દોડતા વાહનો સામે રોષ ઠાલવતા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો