અમદાવાદ રહેતી મૂળ કપડવંજની યુવતી પર નવસારીમાં 3 શખ્સોનું સામૂહિક દુષ્કર્મ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીમાં ગતરોજ અમદાવાદ રહેતી અને મૂળ કપડવંજની યુવતી ઉપર સુરતના ત્રણ નબીરાઓ દ્વારા ધંધામાં પાર્ટનરશીપની લાલચ આપીને એક માસ પહેલા સુરતથી કારમાં નવસારીના ફાર્મહાઉસ ખાતે લાવીને બળાત્કાર કર્યાની ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનામાં શનિવારે નવસારી આવીને પીડિતાએ તેનું નિવેદન નોંધાવ્યું હતું. આ ઘટનામાં બળાત્કારનું સ્થળ જલાલપોરના તવડી ગામના ફાર્મ હાઉસ હોવાનું ખૂલ્યું હતું.

અમદાવાદની રાગિણી (નામ બદલ્યું છે)એ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેણી અમદાવાદ ખાતે ટ્યૂશન ક્લાસ ચલાવે છે અને તેના ઘરની બાજુમાં રહેતા મિત્રએ તેને જમીન લે-વેચ કરતાં સુરતના શૈલેષ પાલડીયા સાથે ઓળખાણ કરાવી હતી. તેઓની વચ્ચે સુરતમાં બ્યુટી પાર્લર ખોલવા માટે પાર્ટનરશીપ કરવા માટે વાતો કરી હતી. બ્યુટી પાર્લરમાં રસ હોય તે શૈલેષ પાલડીયાની વાતોમાં આવી ગઈ હતી. તેમણે સુરત ખાતે યુવતીને બોલાવી હતી. 13મી માર્ચે સાંજે શૈલેષનો ફોન આવ્યો હતો કે આપણે ડિનરમાં જવાનું છે તે માટે તેને સફેદ રંગની ફોર્ચ્યુન કાર મોકલાવી હતી. કારમાં પહેલાથી જ ફિયાદ, હેમલ અને વિમલ (તમામ રહે. સુરત) હતા અને કહ્યું કે આપણે ડુમસ જવાનું છે. ડુમસ જઈ જણાવ્યું કે શૈલેષભાઈ તેના પરિવાર સાથે આવે છે તેમ જણાવતા તેણીને વિશ્વાસ આવ્યો હતો અને ત્યારબાદ કાર નવસારી તરફ લાવ્યા હતા. નવસારીના એક ફાર્મ હાઉસમાં લઈ આવ્યા અને કોલડ્રીંકસ પીવડાવ્યું હતું જે પીધા બાદ યુવતીની તબિયત કથળી હતી. એવી દશામાં ત્રણ યુવાનોએ શારીરિક અડપલાં કરીને બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી .શનિવારે પીડિતા તેના સુરતના એડવોકેટ જમીર શેખ તથા તેના મિત્રો સાથે આવી હતી અને નવસારી ખાતે આવીને પોસઇ એસ.કે.ગામિત સમક્ષ રૂબરૂમાં નિવેદન આપી પોતાની કેફિયત રજૂ કરી હતી.

નોંધનીય છે કે, પોલીસે તેણીના મોબાઈલનું લોકેશન ટ્રેસ કરતા 13મી માર્ચે સાંજના સુમારે જલાલપોરના તવડી ગામે આવેલુ એક ફાર્મ હાઉસ હોવાનું ખૂલ્યું હતું. મોબાઈલના આધારે બળાત્કારનું ખરું સ્થળ તવડી ગામ હોવાનું ખૂલતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બ્યુટીપાર્લરના ધંધાની લાલચ આપી બોલાવી
બળાત્કારનો ભોગ બનેલ યુવતીએ શૈલેષ પાટડીયા વિરુદ્ધ તેને સુરતમાં બ્યુટી પાર્લરના ધંધામાં પાર્ટનરશીપની લાલચ આપીને સુરત બોલાવી હતી અને તેણે તેના મિત્રોને સોંપી દીધી હતી. તેણી આ ઘટના બાદ અમદાવાદ ખાતે ગયા બાદ પણ શૈલેષ પાટડીયાએ આ વાતની જાણ અન્ય કોઈને નહીં કરવા ધમકી આપી હતી અને સુરત બોલાવવા દબાણ કર્યું હતું. આ ઘટનાની ફરિયાદ અમદાવાદ ખાતે નોંધાવી હતી. જેથી વધુ તપાસ નવસારી પોલીસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...