ખેડામાં જુગાર રમતાં 3 જુગારી ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ : ખેડા તાલુકાના ગાંધીપુરા ગામે બસ સ્ટેન્ડ પાસે જુગાર રમી રહેલા 3 શખ્સોને પોલીસે ઝડપી પાડી રૂ.2150નો મુદ્દામાલ કબજે લીધો હતો. જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ખેડા ટાઉન પોલીસે છાપો મારી જુગાર રમતાં ગામના જ દીનેશ રાવજીભાઇ ચૌહાણ, રામસિંગ અમરસિંગ વાઘેલા અને જિજ્ઞેશ કાંતિભાઇ વાઘેલાને ઝડપી લીધાં હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રૂ.2150 કબજે લઇ તમામ વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...