તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગરમાંથી 3, ચોટીલાથી 6 અને હળવદમાંથી 7 જુગારી ઝબ્બે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં રેડ કરીને વર લી મટકાનો જુગાર રમતા ત્રણ શખ્સોને રૂપિયા 1490 અને સાહિત્ય સાથે ઝડપી લીધા હતા.જેમાં સુરેન્દ્રનગરની મહેતા માર્કેટમાંથી વર લી મટકાનો જુગાર રમતો અને કુકડા પ્રેસમાં રહેતો ગોપાલ શીવાભાઇ વસવેલીયા રૂપિયા 260 રોકડા સાથે ઝડપાયો હતો. જયારે શહેરના કૃષ્ણનગર પાછળ રહેતો મહેશભાઇ નારૂભાઇ ભોજવીયા પતરાવાળી ચોક પાસેથી વર લી મટકાનો જુગાર રમતો રૂપિયા 520 સાથે પકડાયો હતો. જયારે પતરાવાળી ચોકમાંથી જ વઢવાણના મોતીચોકમાં રહેતો પ્રીતેશ જયંતીલાલ માંડલીયા વરલીનો જુગાર રમતા રોકડા રૂપિયા 710 સાથે પકડાયો હતો.

ચોટીલા : શહેરના છત્રીચોક પાસે ખુલ્લી જગ્યામાં તીનપત્તિનો જુગાર રમાતો હોવાની મળેલી ચોક્કસ બાતમીના આધારે ચોટીલા પોલીસે દરોડો પડ્યો હતો. જેમા ચોટીલા ના ખેરાણા ગામના જયદીપભાઈ કનુભા ધાધલ,ચોટીલાના કોટેચા મનીષ ગાંડાલાલ, મંગડુભા સુરિંગભા ધાધલ,વાંકાનેરના પ્રવીણભાઈ ગોસ્વામી, મુન્નાભાઈ વસતુભાઈ અને રાજપરાના જેરામભાઇ ગોકડભાઈ રોજાસરાને રૂ.27,670ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.ચોટીલા પીએસઆઈ.આર.જે.જાડેજા, દક્ષેશભાઈ,શેખાભાઈ રોજીયા સહિતની ટીમે દરોડો પાડ્યો હતો.

હળવદ શહેરના રહેણાંક મકાનની અંદર જુગાર રમતા હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેડ કરી હતી. જેમાં દરબારનાકા વિસ્તારના વિષ્ણુભાઈ ખેમશંકરભાઈ જોશીના ઘેર દરોડો કરાયો હતો. સ્થળ પર પોલીસને આવેલ જોઇ જુગારીઓમાં નાસભાગ મચી હતી.પરંતુ પોલીસે મકાન માલિક વિષ્ણુભાઇ જોશી ઘનશ્યામભાઈ હીરજીભાઈ ગોઠી, ગોરધનભાઈ પ્રભુભાઈ સોનાગ્રા, અશોકભાઈ નાગજીભાઈ કોળી, અરવિંદભાઈ ટપુભાઈ વરમોરા, અલ્પેશભાઈ જગદીશભાઈ મહેતા અને અજીતભાઈ સોમાભાઈ કોળી સહીત 7 શખ્સોને કુલ રૂ.53,780 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી હળવદ પી.એસ.આઈએ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો