તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચીલાકોટમાં દીવાલ પડતાં નિંદ્રાધિન 3ના મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીમખેડાના ચીલાકોટા ગામે ગુરુવારે રાત્રે 8:30 કલાકે એક કાચા મકાનની માટીની દિવાલ અચાનક ધરાશાયી થઈ હતી. જેમાં દિવાલ પાસે ખાટલો ઢાળી નિંદર માણી રહેલા પરિવારની મહિલા તથા તેના બે બાળકો તેમજ મહિલાની ભત્રીજી દિવાલ નીચે દબાઈ ગયા હતા. ગમખવાર ઘટનામાં પાંચ વર્ષનો મહિલાનો બાળક તથા સાત વર્ષની તેની ભત્રીજી ઘટનાસ્થળે જ મોતને ભેટી હતી. જ્યારે ગંભીર ઇજાગ્રસ્ત મહિલા સારવાર દરમિયાન મોતને ભેટી હતી. ઘટનાની જાણ વાયુવેગે પંથકમાં પ્રસરતા અરેરાટી મચી જવા પામી હતી.

ગરબાડા તાલુકાના નેલસુર ગામની વિધવા મહિલા બદુડીબેન કનુભાઈ પરમાર પિયર ચીલાકોટા ગામમાં લગ્ન પ્રસંગ હોવાથી તેના બાળકો પાંચ વર્ષનો રોહિત તથા દોઢ વર્ષનો રાજુ સાથે પિતા મગનભાઈ અમલીયારના ઘરે આવી હતી. બદુડીબેન પરમાર તથા તેના બે બાળકો તેમજ ભત્રીજી અસ્મિતાબેન ગુલાબભાઈ અમલીયાર તેમના ઘર પાસે રહેતા દીતાભાઇ સવલાભાઈ અમલિયારના કાચા મકાન પાસે ખાટલો ઢાળીને સૂતા હતા. તે દરમિયાન રાત્રિના 8.30 કલાકે

...અનુ. પાન. નં. 2

દોઢ વર્ષના માસૂમનો આબાદ બચાવ
ચિલા ગોટામાં ધરાશાયી દિવાલ નીચે દોઢ વર્ષનો માસૂમ રાજુ પણ માતા તથા પરિવાર સાથે દબાયો હતો જોકે તેને ગેબી ઇજાઓ સાથે તેનો આબાદ બચાવ થયો હતો.

બે કિશોરીનું ઘટના સ્થળે જ્યારે મહિલાનું દાહોદ સારવાર વેળા મોત
મૃત્યુ સહાયની તજવીજ હાથ ધરી છે
ચિલકોટામાં દિવાલ ધરાશાયી થતાં એક મહિલા તથા બે બાળકો સહિત ત્રણના મોત થયા છે. ગમખવાર ઘટનામાં મૃતકોના સ્વજનોને સાંત્વના પાઠવી તેમને સરકાર તરફથી મૃત્યુ સહાય મળે તે માટે કાર્યવાહી સાથેનો રિપોર્ટ તૈયાર કરી જિલ્લા કક્ષાએ મોકલવામાં આવ્યો છે. પી. એસ. અમલીયાર, TDO, લીમખેડા

બદુડીના પતિનું 2 વર્ષ પહેલાં જ મોત થયું
ગરબાડા તાલુકાના નેલસૂર ગામની 35 વર્ષીય મહિલા બદુડીબેન પરમારના પતિ કનુભાઇનું બે વર્ષ પહેલાં મોત નીપજ્યું હતું.

બકરીનું બચ્ચું પણ દબાતા મોત
દીવાલ ધરાશાયી થતા બકરીનું બચ્ચું પણ દિવાલ નીચે દબાતા મોત થયું હતું.

મહિલા તથા તેના બે પુત્રો તેમજ ભત્રીજી ઉંઘતા હતાં, માટીની દિવાલ રાત્રે 8.30 કલાકે અચાનક ધરાશાયી થતા ઘટના બની
ચીલાકોટામાં કાચા મકાનની દીવાલ ધરાશાયી થતાં બે બાળકો તથા એક મહિલા સહિત ત્રણના મોત નિપજતા પરિવારજનોમાં કરુણાંતિકા સર્જાઇ હતી. તસવીર યોગેશ શાહ

મૃતક બાળકી તથા મહિલાની ફાઇલ તસવીર

અન્ય સમાચારો પણ છે...