તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રકે બાઇકને 20 ફૂટ ઘસડતાં 3 ભાઇના મોત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝાલોદ તાલુકાનાં કાળી મહુડી ગામ પાસે ટ્રક-ટેમ્પો અને બાઇક વચ્ચે અકસ્માત થતાં દેપાડાના ત્રણ ભાઇઓના મોત નિપજ્યાં હતા. દેપાડાના 19 વર્ષિય આશિષ મનુભાઈ પરમાર,13 વર્ષિય જયેશ મનુભાઈ પરમાર અને 12 વર્ષિય પિતરાઇ ભાઈ મયુર સુરેશ પરમાર દાહોદ ઉતરાયણની ખરીદી માટે આવી રહ્યા હતાં. તે સમયે ઝાલોદ તરફ આવતી પુરપાટ ટ્રકે કાળીમહુડી ગામે ટેમ્પાને અડફેટમાં લેતા અકસ્માતની ઘટના બની હતી. જેમાં ટેમ્પાને ટક્કર વાગતા રોડની બાજુમાં ઉતરી પડ્યો હતો. આ સાથે રસ્તા નજીક બાઇક લઇને ઉભેલા ત્રણે ભાઇઓને પણ અડફેટમાં લઇને બાઇક સાથે 20 ફુટ સુધી ધસડ્યા હતાં. ઝાલોદ આઇટીઆઇમાં અભ્યાસ કરતાં આશિષ, લીમડી કુમાર શાળામાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતાં જયેશ અને ધાનપુરની એકલવ્ય મોડેલ શાળાના છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતાં પિતરાઇ ભાઇ મયુરના ઘટના સ્થળે જ મોત થયા હતાં. ત્રણે મોત નિપજતા શોક છવાયો હતો.લીમડી પોલીસ કાર્યવાહી હાથ ધરી હતી.

બાઇક સાથે ટ્રકે ટેમ્પોને પણ ટક્કર મારતાં ટેમ્પો રોડની સાઇડમાં ઉતરી ગયો
માર્ગ સલામતી સપ્તાહ સાથે જ ગોઝારી ઘટના
તા.11 જાન્યુ.થી માર્ગ સલામતી સપ્તાહના શુભારંભના આદેશ સાથે જ દાહોદ જિલ્લામાં પણ તેનો આરંભ થયો છે. ત્યારે એ જ દિવસે એકસાથે ત્રણ યુવાનોના આ રીતે કમકમાટીભર્યા મૃત્યુ નિપજ્યા છે. માર્ગ સલામતી સપ્તાહ 31-31 વર્ષોથી વિવિધ લેક્ચરો કે દીપ પ્રાગટ્ય દ્વારા ઉજવાય છે તે બદલે ઉદ્દ્ઘાટનના કોઈ સમારોહ વિના જ માર્ગ સલામતી સંદર્ભે પાયાની સમજ બચપણથી જ આવે તેવો અભિગમ દાખવાય તે અગત્ત્યનું છે. ઉત્તરાયણ નજીકમાં જ છે ત્યારે મનમાં કેટલાય ઉમંગો લઈને આ યુવાનો આવતા કે જતા હશે ત્યારે અકાળે ઘરના દીવડાઓનું મૃત્યુ નીપજે તે બાબતે સ્વજનો કાજે ખરેખર ખુબ કરુણ બની રહે છે.

કાળીમહુડી પાસેં બે સગા અને એક પિતરાઇ ભાઇનાં મોતથી દેપાડામાં માતમ
ઉત્તરાયણ કરવા આજે જ ઘરે આવ્યો હતો
ધાનપુર એકલવ્ય મોડેલ શાળામાં અભ્યાસ કરતો મયુર ઉતરાયણ કરવા માટે શનિવારે રજા લઇને ઘરે આવ્યો હતો. તે આવતાં પિતરાઇ ભાઇઓએ ઉતરાયની ખરીદી માટેનો પ્લાન બનાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ઉતરાયણમાં પતંગ ચગાવવાની આશાઓ તેમની સાથે જ જતી રહી હતી.

ત્રણ ભાઇઓમાં એક આઇટીઆઇમાં જ્યારે બે છઠ્ઠા ધોરણમાં ભણતા હતા
ઝાલોદ તરફથી આવતી ટ્રકે બાઇક સવાર યુવકોને 20 ફૂટ સુધી ટાયર સાથે ઘસેડતા ત્રણના મોત નિપજ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો