ખેરકુવા પાસે દારૂ ભરેલી કાર સાથે 2 ઇસમ ઝડપાયાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોડેલી તાલુકાના ખેરકુવા ગામ પાસેથી બાતમીના આધારે બોડેલી પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલ નંગ 216 સહિત એક કાર સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા હતા.

બાતમીના આધારે બોડેલી તાલુકાના ખેરકુવા ગામના ત્રણ રસ્તા પાસે વોચમાં હતા તે દરમિયાન કવાંટ ભાખા તરફથી બાતમી મુજબની ગાડી જેનો રજીસ્ટર નંબર GJ 07 6019 વાળી ગાડી આવતાં તેને કોર્ડન કરી ઉભી રખાવી હતી. ગાડીના દરવાજામાં ખાના બનાવીને તથા સીટ નીચે ખાના બનાવી ભારતીય બનાવટની વિદેશી દારૂ હોય જેથી ગાડી ચાલકનું નામ પૂછતા રવીણભાઈ રાઠવા રહે. પટેલ ફળિયા કોલવાડ તાલુકો શોઢવા જિલ્લો અલીરાજપુર તેમજ બાજુની સીટ પર બેઠેલો ઈસમ ઇન્દ્રસિંહભાઈ જબરીયાભાઈ રાઠવા રહે. પટેલ ફળિયા કુનવાડા તાલુકો સોઢવા જીલ્લો અલીરાજપુર તેઓએ પોતાના કબજાની સફેદ કલરની ગાડી નંબર GJ 07 6019 ઉપરોક્ત ગેરકાયદે રીતે ભારતીય બનાવટી વિદેશી દારૂના હોલ નંગ 216 જેની એક નંગની કિંમત રૂા. 420 લેખે 9720/ તથા મોબાઇલ નંગ-2 જેની કિંમત રૂપિયા 3000 હજાર મળી કુલ કિંમત રૂપિયા 593720નો મુદ્દામાલ બોડેલી પોલીસે કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...