તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીમખેડા આર્ટસ કોલેજમાં 29મો વાર્ષિકોત્સવ સંપન્ન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

લીમખેડા. લીમખેડા વિભાગ યુવક એજ્યુકેશન સોસાયટી સંચાલિત આર્ટસ કોલેજ લીમખેડાનો 29મો વાર્ષિકોત્સવ તથા ટીવાયબીએના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ તા.13ના રોજ કોલેજ સંચાલક મંડળના પ્રમુખ ધનાભાઇ ભરવાડની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ પ્રસંગે મુક્ય મહેમાન તરીકે સરકારી વિજ્ઞાન કોલેજના આચાર્ય ડો. યોગેશ પટેલ તથા કોલેજ સંચાલક મંડળના મંત્રી સામભાઇ ભુરીયા, સંચાલક મંડળના સહમંત્રી ભરતભાઇ ભરવાડ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કોલેજના આચાર્ય જયંતિભાઇ આર.પમારે મહેમાનોનું ભાવભીનું સ્વાગત કર્યુ હતું. ચાલુ શૈક્ષણિક વર્ષમાં કોલેજમાં યોજાયેલ વિવિધ પ્રવૃત્તિઓમાં સુંદર પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પુરુષ્કૃત કરવામાં આવ્યા હતા. વર્ષના શ્રેષ્ઠ વિદ્યાર્થીનો તથા બેસ્ટ સીડબ્લ્યુડીસી લીડર તરીકેનો એવોર્ડ કૂ. પટેલ અંજનાબેન, બેસ્ટ
એનસીસી કેડેટ તરીકે રાવત મનીષકુમાર, શ્રેષ્ઠ રમતવીરનો પુરસ્કાર પલાસ ગણેશભાઇ, તેમજ શ્રેષ્ઠ એનએસએસ લીડર તરીકે કુ. નિનામા તુલસીબેનની પસંદગી કરવામાં આવી હતી. આ વિદ્યાર્થીઓ દ્વારા ઉત્તમ કામગીરી કરવા બદલ તેઓને ફોલ્ડર ફાઇલ જનરલ નોલેજના પુસ્તક અને પ્રમાણપત્ર અર્પણ કરીને સન્માનીત કરવામાં આવ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો