તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાણંદમાં કાર અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં 2ને ઇજા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રવિવારે સાણંદ શહેરમાં આવેલ આંબા તળાવ નજીક કાણેટી એકલિંગજી ટીપી રોડ ઉપર સાંજે 5 કલાક આસપાસ એક અલ્ટો ગાડી અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં રિક્ષામાં સવાર 2 લોકોને શરીરના ભાગે ઈજા થવા પહોંચી હતી. ઈજાગ્રસ્તને સારવાર અર્થે 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટનાની જાણ આસપાસના સ્થાનિક લોકોને થતા ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થવા પામ્યા હતા.હાઇવે પર બેફામ દોડતાં વાહનોને કારણે અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. કેટલીયવાર નિર્દોષ લોકો પોતાનો જીવ પણ ગુમાવે છે. ત્યારે ગામ નજીક બમ્પ મુકાય તેવી માગ ઊઠી છે. તસવીર જિજ્ઞેશ સોમાણી

અન્ય સમાચારો પણ છે...