તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાકોદરા ગામેથી એક જ રાતમાં 2 બાઇકોની ચોરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાકૉદરા ગામે મકાનની પાછળના ભાગે વાડામા બે બાઇકો રાત્રી ના સમયે કોઈ ચોર અજાણ્યા ઈસમો એ બન્ને બાઇકો ચોરી જતા આખરે કરજણ પોલીસ સ્ટેશનમાં બાઈકની ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

કરજણના લાકોદરા ગામના અંકિતભાઈ ગોહીલનાઓએ પોતાના ફળીયામાં રોડનું કામ ચાલતું હોય તા.12 ડિસેમ્બરના રોજ ફળીયાના ચંપકભાઈ ચંદુભાઈ ગોહીલ ના મકાનની પાછળ વાળામા એમની બાઈક પાર્ક કરેલી હતી એની પાછળ અંકિતતે પણ પોતાની બાઈકને સ્ટીયરીંગ લોક કરીને પાર્ક કરેલી જેમા રાત્રે કોઈ ચોર અજાણ્યા ઈસમો અંકિતની બાઈક નંબર જીજે 06 એમ એચ 1329 કિંમત 40000 અને ચંપકભાઈ ગોહીલ ની બાઈક નંબર જી જે 06 એલ જી 8628 કિંમત 35000 બન્ને બાઇકોની ચોરી થાતા અંકિતભાઈ ગોહિલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...