તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોઠંબામાં સમૂહ લગ્નમાં 19 યુગલો પરિણય સુત્રે બંધાયા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કોઠંબામાંમાં 24 ગામ લેઉવા પાટીદાર સમાજ દ્વારા 16મો સમુહ લગ્નોત્સવ આયોજન કરાયું હતું .19 યુગલો પ્રાથમીક કુમાર શાળાના આંગણે લગ્નના તાંતણે બંધાયા હતા. વરરાજા અને કન્યા સમથે જાનૈયાઓ સમૂહ લગ્નના સ્થળ ઉપર પ્રવેશ્યા બાદ પુલવામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી અને મૌન પાળવામાં આવ્યું હતું .વિશેષ ઉપસ્થિતિમાં રીટાયર્ડ કલેક્ટર એચ.એસ પટેલ તથા સમાજના આગેવાનોએ નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા .સમાજને સંગઠિત કરતા આવા આયોજનોને બિરદાવ્યા હતા.સમય, શક્તિ, અને નાણા બચાવવા આવા સમુહ લગ્નના આયોજન થવા જોઈએ એમ જણાવ્યું હતું. સમૂહ લગ્નના કાર્યક્રમમાં ઉદારતાને લઈ દાન આપનારા દાતાઓ અને આગેવાનોના સન્માન કરાયા હતા. લગ્નના આયોજન થવા જોઈએ તેવું જણાવ્યું હતું .આ પ્રસંગે સમાજના પ્રમુખ દિનેશ પટેલ અને મંત્રી હરિભાઇ પટેલ તથા સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. સ્ટોન ગ્રુપ કોઠંબાએ છેલ્લા અઠવાડીયાથી ભારે જહેમત ઉઠાવી સમુહ લગ્નને સફળ બનાવવા આયોજનમાં સહકાર આપ્યો હતો. સમાજના કાર્યકરો,આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

કોઠંબામાં ૨૪ ગામ લેઉવા પાટીદાર સમાજ આયોજિત યોજાયેલ 16મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો