પાદરા તાલુકામાં 15 ડિસે. સુધી ડાંગરની નોંધણી ચાલુ

Padra News - 15 dec in padra taluka until paddy registration continues 081606

DivyaBhaskar News Network

Dec 05, 2019, 08:16 AM IST
રાજ્ય સરકાર દ્વારા 15 નવેમ્બર બાદ ડાંગરની ટેકાના ભાવની નોંધણી બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ પાદરાના ધારાસભ્ય જસપાલસિંહ પઢિયારની રજૂઆતના પગલે સરકારે તારીખ લંબાવતા ખેડૂતોમાં આનંદ છવાયો છે.

ડાંગરની ઓનલાઈન નોંધણી સરકાર દ્વારા 15 નવેમ્બરના રોજ બંધ કરવામાં આવી હતી.તેથી પાદરાના ડાંગર પકવતા ખેડૂતોએ ધારાસભ્ય જશપાલસિંહ પઢિયારને રજૂઆત કરી હતી કે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ખુબ જ નુક્સાન થવા પામ્યું છે. ખેતી નિષ્ફળ જવા જેવી સ્થિતિ છે. જેમાં બે વખત માવઠું થતા ખેતીમાં વધારે નુકસાન થયું હતું. ત્યારે એમ પણ ખેતીમાં ખુબ મોટું નુક્સાન તો વેઠવાનો વારો આવ્યો છે અને એમાં પણ ડાંગરની ટેકાના ભાવે આપવા માટેની નોંધણી પ્રક્રિયા બંધ થઈ જતાં અમારે પડતા પર પાટું જેવી પરિસ્થિતિ થવા પામી છે.

આપ અમારી રજૂઆત રાજ્ય સરકારમાં કરી 15 દિવસ માટે જો મુદ્દત વધારવામાં આવે તો અમે અમારી ડાંગર નોંધાવી શકીએ. ખેડૂતોની આ રજૂઆત ધારાસભ્યે પુરવઠા વિભાગના મંત્રી જયેશભાઈ રાદડિયાને કરી હતી અને મંત્રીએ રજૂઆતને ધ્યાને લઈને પાદરાના ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો હતો અને ધારાસભ્ય જશપાલસિંહ પઢિયારને ટેલિફોનિક જાણકારી કરી હતી કે 15 ડિસેમ્બર સુધી એટલે કે 15 દિવસ માટે ડાંગરની નોંધણીની તારીખ લંબાવી આપીએ છીએ.

X
Padra News - 15 dec in padra taluka until paddy registration continues 081606

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી