તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પંચ.માં કિસાન સન્માન નિધિમાં 1.25 લાખ ખેડૂતોનું રજિસ્ટ્રેશન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નાના અને સીમાંત ખેડૂતોને સરકારે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત આર્થિક લાભ આપીને ગ્રામિણ અર્થવ્‍યવસ્‍થાને સુર્દઢ બનાવી છે. આ સહાયથી ખેડૂતોની આવકમાં વૃધ્ધિ થશે અને તેમના ખેતી ખર્ચમાં સધિયારો પુરો પાડશે. ગોધરાના સરદાર નગરખંડ ખાતે યોજાયેલા પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના શુભારંભના જિલ્‍લા કક્ષાના કાર્યક્રમમાં અધ્‍યક્ષસ્‍થાનેથી કૃષિ (રાજ્ય કક્ષા), પંચાયત, પર્યાવરણ (સ્‍વતંત્ર હવાલો) રાજ્ય મંત્રી જયદ્રથસિંહ પરમારે આ મુજબ જણાવ્‍યું હતું. પંચમહાલ જિલ્‍લાના વહીવટી તંત્રે ખુબ જ ટુંકા ગાળામાં જિલ્‍લાના ૧.૨૫ લાખ કરતાં પણ વધારે ખેડૂતોના ઓનલાઇન રજીસ્‍ટ્રેશન કરી સરાહનિય કામગીરી કરી છે. ૪૬ લાખથી વધુ ખેડૂતોના રજીસ્‍ટ્રેશન સાથે ગુજરાત દેશભરમાં બીજા ક્રમે છે. સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે જગતના તાત સમા ખેડૂતોના ઉધ્‍ધારની આ યોજનાથી વર્ષ ૨૦૨૨માં ખેડૂતોની આવક જરૂરથી બમણી થશે તેમાં કોઇ શંકા નથી તેમ જણાવ્‍યું હતું.ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજીએ જણાવ્‍યું હતું કે, ખેડૂતોની મુશ્કેલીઓને આજે સાચા અર્થમાં દુર કરવામાં આવી છે. આ ઉપરાંત ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો