તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડા જિલ્લામાં 1245 પોસ્ટર્સ, બેનર્સ હટાવાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ | ખેડા લોકસભાની સામાન્ય ચૂંટણી અન્વયે આચાર સંહિતાના ભાગરૂપે સરકારી તથા ખાનગી ઇમારતો પર પોસ્ટર્સ, બેનર્સ હટાવવાની કામગીરી ચાલી રહી છે. જેમાં 1245 પોસ્ટર્સ, બેનર્સ હટાવવામાં આવ્યાં છે.

ખેડા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાના દસ નગરપાલિકા વિસ્તાર તેમજ તાલુકા કક્ષાએ ટીમો બનાવી કામગીરી હાથ ધરાઈ હતી. ચૂંટણી આચાર સંહિતાને કારણે સરકારી ઇમારતો કચેરીઓ ઉપર લગાવવામાં આવેલી તક્તિઓ ઢાંકી દેવામાં આવી હોવાનું જિલ્લા ચૂંટણી અધિાકરી સુધીર પટેલે જણાવ્યું હતું. આ કામગીરીના ભાગરૂપે જાહેર મિલકતો ઉપર જોવા મળેલા 47 ભીંત લખાણો, 401 પોસ્ટર, 222 બેનર્સ તથા અન્ય 483 પ્રકારની સામગ્રી હટાવવામાં આવી છે. જ્યારે ખાનગી મિલકત પરથી 39 ભીંત લખાણો, 31 બેનર્સ તેમજ અન્ય 22 પ્રકારની પ્રચારાત્મક સામગ્રી હટાવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...