તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા-છોટાઉદેપુર જિલ્લામાં 12 ઘઉં ખરીદી કેન્દ્રો શરૂ કરાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વર્તમાન રવિ મોસમમાં રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી નિર્ધારિત ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરનાર છે. આ ખરીદી તા.16મી માર્ચથી 30મી મેં સુધી કરવાનું આયોજન છે. તેના અનુસંધાને ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમની વડોદરા કચેરી દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવા વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાઓમાં કુલ 12 ખરીદ કેન્દ્રો કાર્યરત કરાશે. આ કેન્દ્રો વડોદરા, સાવલી, પાદરા, કરજણ, ડભોઇ, શિનોર, વાઘોડિયા, છોટાઉદેપુર, નસવાડી, કવાંટ, પાવી જેતપુર અને સંખેડા ખાતે નિગમના ગોદામો ખાતે શરૂ કરવામાં આવશે. જ્યાં કવીંટલ દીઠ રૂ.1925ના ટેકાના ભાવે ઘઉં લેવામાં આવશે. લઘુત્તમ ટેકાના ભાવે ઘઉં આપવા માંગતા ખેડૂતોને પુરવઠા નિગમના સ્થાનિક તાલુકા ગોદામો/કેન્ડ્રોનો સંપર્ક કરવા અને https://pds.gujarat.gov.in પર નોંધણી કરાવવા નાયબ જિલ્લા મેનેજરની યાદીમાં જણાવાયું છે.

રૂપિયા1925 ક્વિન્ટલના ભાવે ખરીદી કરાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો