તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંડલના હાજર હનુમાન મંદિર પાસે અને ટ્રેન્ટમાંથી 10 જુગારી ઝડપાયા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માંડલના હાજર હનુમાન મંદિર પાસે અને ટ્રેન્ટ ગામમાંથી પોલીસે દરોડો પાડીને જુગાર રમતા 10 ઇસમોને પોલીસે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

માંડલ પોલીસ સ્ટેશનના હે.કો. સી.કે. મકવાણા અને સ્ટાફના માણસો પેટ્રોલિંગમંા હતા. ત્યારે બાતમી મળી કે હાજર હનુમાનજી મંદિર પાસે આવેલ વાડામાં ખુલ્લામાં કેટલાક ઇસમો જુગાર રમાડી રહેલ છે. આથી પોલીસે રેડ કરતા જુગાર રમતા રાજુભાઇ ચુડાભાઇ ઠાકોર (માંડલ), સકાભાઇ મણાભાઇ ઠાકોર, સંજય જકસીભાઇ ઠાકોર, દશરથ નાગજી ઠાકોર (તમામ રહે. હાજર હનુમાનજી મંદિર પાસે, માંડલ) ને ઝડપી લઇ કુલ મુદામાલ રૂ.1900 સાથે જપ્ત કર્યો હતો.

આ‌વી જ રીતે ટ્રેન્ટ ગામે રવિવારે સાંજે બળેવીયા હનુમાનજી મંદિરના પાછળના ભાગે તળાવની પાળ ઉપર જુગાર રમતા 6 શખ્સોને કુલ રૂ.141300 સાથે એસઓજી શાખા, અમદાવાદ ગ્રામ્યના હે.કો. એમ.વી. જાદવ સહિતના સ્ટાફે ખાનગી બાતમીના આધારે સદર જગ્યાએ રેડ કરતા જુગાર રમતા 6 શખ્સોને ઝડપી લઇ જેલ હવાલે કર્યા છે.

ઝડપાયેલા શખ્સોમાં વજુભાઇ કાનજીભાઇ પટેલ (રહે. ટ્રેન્ટ તા. માંડલ), રમેશ કેશવલાલ પટેલ (રહે. ધાકડી તા. વિરમગામ), અનિલ જગદીશભાઇ પટેલ (રહે. ભોજવા તા. વિરમગામ), રામસંગ ચેલાજી ઠાકોર (રહે. રીબડી તા.માંડલ), દેવેન્દ્રભાઇ કાળુભાઇ પંચાલ (રહે. ભોજવા તા. વિરમગામ), હિંમતભાઇ બબાભાઇ પટેલ (રહે. ભોજવા તા. વિરમગામ) નો સમાવેશ થાય છે.

હનુમાન મંદિર પાસેથી પકડાયેલાં ચારેય આરોપી.તસવીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો