તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંખેડા વાયા માંકણી-બોડેલી રોડના મજબુતીકરણ માટે 10 કરોડ મંજૂર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંખેડા વાયા માંકણી-બોડેલી રોડના મજબુતીકરણ માટે 10 કરોડ રૂપિયા મંજૂર કરાયા. છેલ્લા કેટલાય સમયથી આ માર્ગ બિસ્માર બનેલો હોઇ વાહનચાલકો આ માર્ગ બનાવવા માટેની માંગ કરતા હતા. સંખેડાના ધારાસભ્યની રજૂઆતને પગલે આ માર્ગ માટે અનુદાન મંજૂર કરાતા સ્થાનિકોમાં આનંદની લાગણી ફેલાઇ.

સંખેડાથી બોડેલી જવા માટે વાયા માંકણીનો માર્ગ ટુંકો છે.જેથી સંખેડા ગામ અને આસપાસના ગામોના લોકો બોડેલી અને છોટાઉદેપુર સુધી જવા-આવવા માટે આ રસ્તાનો વધુ ઉપયોગ કરતા હતા. સંખેડા તાલુકાના સંખેડા-માંકણી-બોડેલી રોડ લાંબા સમયથી બિસ્માર હાલતમાં હતો. આ માર્ગેથી સતત ઓવરલોડ રેતી ભરેલી અને પાણી નિતરતી ટ્રકો પસાર થવાના કારણે માર્ગ વધુ બિસ્માર બની ગયો હતો. જેથી અવાર-નવાર સ્થાનિકો રસ્તાનું મજબુતીકરણ કરવા માંગ કરતા હતા.ધારાસભ્ય અભેસિંહભાઇ તડવી દ્વારા આ રસ્તો મંજુર કરવા માટે સરકારમાં રજુઆત કરી હતી. જેથી સંખેડા-માંકણી-બોડેલી માર્ગના મજબુતીકરણ સરકારે 10 કરોડ મંજુર કરતા આ રહિશોમાં આનંદની લાગણી ફેલાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો