તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કારમાં વિદેશી દારૂ લઇ જતા 1 શખ્સની ધરપકડ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

છોટાઉદેપુર પોલીસ દ્વારા એક સ્વિફટ ગાડી સાથે 5.84 લાખનો મુદ્દામાલ પકડી પાડી એક ગણના પાત્ર કેસ કરવામાં આવ્યો હતો.

છોટાઉદેપર વિભાગીય પોલીસ અધિક્ષક એ.વી.કાટકડને બાતમીદાર મળી કે સફેદ કલરની સ્વિફ્ટ ગાડીમાં વિદેશી દારૂ ભરી તેજગઢથી બોડેલી તરફ જનાર છે. જેના આધારે જેતપુરપાવી પાસેના રેલ્વે ગરનાળા નજીક વોચમાં ગોઠવી હતી. તે દરમિયાન ઉપરોકત બાતમી હકીકતવાળી સફેદ કલરની સ્વિફ્ટ ગાડી આવતા સદર ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરી કોર્ડન કરી પકડી લઇ ડ્રાઈવરને નીચે ઉતારી તેનું નામ ઠામ પુછતા રાજેશકુમાર વસંતલાલ જયસ્વાલ રહે. જયસ્વાલ ચાલી તા. પાવીજેતપુર જિ. છોટાઉદેપુરનો હોવાનું જણાવ્યું હતું. તેઓની ગાડીની પાછળના ભાગે ડીકી ખોલી ચેક કરતા ખોખામાં બોટલ નંગ-294ની રૂ.83,940 તથા ગાડીની કિંમત રૂ 5,00,000 તથા મોબાઈલ નંગ-01ની કિંમત રૂ ૫૦૦ મળી કિંમત રૂ 5,84,440ના મુદામાલ સાથે એક ઇસમની ધરપકડ કરી પાવી જેતપુર પોલીસ સ્ટેશન ખાતે ગણના પાત્ર કેસ રજિસ્ટર કરવામાં આવ્યો છે.

આમ વડોદરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા નાઓની સુચના અને માર્ગદર્શન આધારે વિભાગીય પોલીસ અધિક્ષકશ્રી એ.વી.કાટકડ તથા તેઓની ટીમ દૃવારા એક સીફટ ગાડી સાથે કુલ ૫,૮૪,૪૪૦ નો પ્રોહી મુદામાલ પકડી પાડવામાં આવતા પ્રોહી બુટલેગરોમા ફફડાટ મચવા પામેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો